પૂર્વ કચ્છમાં અલગ અલગ ચાર દરોડામાં 20 જુગારીઓને ઝડપી લેવાયા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
પૂર્વ કચ્છમાં અલગ અલગ ચાર દરોડામાં 20 જુગારીઓને ઝડપી લેવાયા 1 - image


રૂ. ૧.૧૧ લાખ રોકડા, ૮ મોબાઈલ ફોન અને ત્રણ વાહનો સહીત કુલ ૨.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી જુગાર રમતા ૨૦ ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં તેમના પાસેથી કુલ રોકડા રૂ. ૧,૧૧,૬૩૦ સાથે ૭૮ હજારની કિંમતનાં ૮ મોબાઈલ ફોન અને ૧.૧૦ લાખની કિંમતનાં ત્રણ વાહનો પોલીસે કબ્જે કર્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર રાપરના કથડધાર નદીના પટમાં જુગાર રમતા અબ્દુલશા અલયતબશા શેખ, હનીફ કાસમશા શેખ, મુસ્તાક અલી અકબર શેખ, ભરતભાઈ રામજીભાઈ કોલી, સચીનભાઈ મનુભાઈ ભગી અને હાજી મોડજી સમાને રોકડા રૂ. ૨૨,૩૩૦ સાથે રાપર પોલીસે ઝડપી પડયા હતા. ભચાઉનાં કડોલ ગામે રમાતી જુગાર પર ભચાઉ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ધારાભાઈ ભચાભાઈ ઢીલા, પચાણ રતાભાઈ ઢીલા, હમીરાભાઈ રાણાભાઈ ઢીલા, મહેશભાઈ સવાભાઈ વરચંદ, પ્રભુભાઈ દેશરાભાઈ કોલી, કરશન ગોવિંદભાઈ કોલી અને દિનેશભાઈ જયરામભાઈ બાલાસરાને રોકડા રૂ. ૬૨,૫૦૦ સાથે ઝડપી પડયા હતા. જેમાં પોલીસે ૪૦ હજારના ચાર મોબાઈલ તેમજ ૧.૧૦ લાખના ત્રણ વાહનો કબ્જે કર્યા હતા. તેમજ ભચાઉ પોલીસે જલારામ સોસાયટીમાં રમાતી જુગાર પર દરોડો પાડી આરોપી  મેઘુભા નવુભા જાડેજાના ઘરની બહાર ફળિયામાં જુગાર રમતા રમેશ રામજીભાઈ પ્રજાપતિ, રમેશ પુનશીભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ રાયશીભાઈ પ્રજાપતિ અને રમણીકલાલ દયારામ સોનીને રોકડા રૂ.૧૭,૪૦૦ સાથે ઝડપી પડયા હતા. આરોપીઓ પાસે ૩૮ હજારના ચાર મોબાઈલ ફોન પોલીસે કબ્જે કર્યા હતા.અને અંજારમાં શેખટીંબો કોલી સમાજવાડી સામે રમાતી જુગાર પર અંજાર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે જુગાર રમતા અબ્બાસ અલીઅકબરશા શેખ, અસલમ હનીફ શેખ, શબ્બીર ઉર્ફે અલી લતીફશા શેખને રોકડા રૂ.૧૧,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News