પૂર્વ કચ્છમાં 13 શખ્શોને પાસા, 662 હથિયારો જમા લેવાયા
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચુંટણી દરમિયાન કડક કાર્યવાહી કરાઈ
ભુજ: પૂર્વ કચ્છના અંજાર અને ભચાઉ ડીવીઝન હેઠળના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર તેમજ અસામાજિક પ્રવૃતિઓ કરતા તત્વો તથા નામચીન બુટલેગરો સામે કડક કાર્યવાહીમાં આવી છે.
પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી સહિતની વિવિધ બ્રાંચો તથા જે તે પોલીસ સ્ટેશન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં, પાસામાં ૧૩, તડીપાર ૧૪..અટકાયતી પગલાં ૧૦૦૮૨, હથિયારો જમા ૬૬૨ લેવામાં આવ્યા છે. ઉપરાંત ટ્રાફિક ઝુંબેશ તથા કાળા કાચ ધરાવતા વાહનો તથા સામખીયાળી આડેસર બાલાસર ખડીર સહિતના અન્ય જિલ્લાની સરહદ ધરાવતા પોલીસ ચેક પોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે આમ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.