Get The App

લુણાબેટ નજીક 'અફઘાન પ્રોડક્ટ' લખેલા ચરસના ૧૦ પેકેટ મળ્યા

- બી.એસ.એફ. દ્વારા સાગર કવાયત

- વલસાડથી કચ્છ સુધી સુરક્ષા કવાયતના કારણે દરિયામા ફેંકી દેવાયેલા ચરસના પેકેટ બેટના કાંઠે પહોંચ્યાની સંભાવના

Updated: Apr 13th, 2023


Google NewsGoogle News

ભુજ,બુધવાર

કચ્છના દરિયાકાંઠે હાલમાં વિવિાધ એજન્સીઓ દ્વારા સાગર કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેનો આજે બીજો દિવસ છે ત્યારે  પેટ્રોલીંગમાં રહેલી બીએસએફની ટુકડીને જખૌના લુણાબેટ પાસેાથી કેફી દ્રવ્યના ૧૦ જેટલા પેકેટ મળી આવ્યા છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં પાકિસ્તાની બોટ મળી આવી હતી. તેમજ લાંબા સમયાથી કચ્છ કાંઠે કેફી દ્રવ્યો મળી આવ્યા નાથી. વલસાડાથી કચ્છ સુાધી દરિયામાં સુરક્ષા કવાયત યોજવામાં આવી છે. જેમાં વિવિાધ એજન્સીઓ દ્વારા દરિયો ખુંદવામાં આવ્યો છે. આ દરમ્યાન કરવામાં આવેલા સર્ચમાં જખૌ નજીક લુણાબેટ પાસેાથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને કેફી દ્રવ્યના પેકેટ મળી આવ્યા હતા. ગણતરી કરતા અલગ અલગ સૃથળોએાથી એકત્ર કરતા કુલ્લ ૧૦ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ પર અફઘાન બ્રાન્ડનો લોગો લગાવેલો છે. અફઘાનિસ્તાન તરફાથી આવેલું ડ્રગ્સ બોટ મારફતે ભારતીય સરહદમાં ઘૂસાડવામાં આવ્યું હશે અને દરિયામાં પેટ્રોલીંગમાં કોસ્ટગાર્ડને જોઈ પેડલરોએ કોથળા દરિયામાં નાખી દીધા હોઈ તણાઈને આ પેકેટ કચ્છ કાંઠે આવ્યા હોવાનું માનવામાં આવે છે. હાલ વાધુ સર્ચ શરૃ કરવા સાથે પેકેટ જખૌ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. 

પાડોશી દેશોમાંથી ભારતમાં ચરસ સહિતનું ઘાતક ડ્રગ્સ સપ્લાય કરવાના સિલસિલામાં ઘટાડો જ થઈ રહ્યો ન હોવાથી સુરક્ષા એજન્સીઓ સાબદી બની જવા પામી છે. ચરસનો આવો જ એક વાધુ જથૃથો બીએસએફે જખૌના દરિયાકાંઠેાથી પકડી પાડયો છે. બીએસએફે પાણીના પ્રવાહમાં તણાઈને આવેલા ચરસના ૧૦ પેકેટ કબજે કર્યા છે જે પાકિસ્તાનાથી મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ અંગે બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની પેટ્રોલિંગ ટીમે જખૌ દરિયાકાંઠેાથી અંદાજે પાંચ કિલોમીટર દૂર લૂના બેટ નજીકાથી ચરસના ૧૦ પેકેટ  કબજે કર્યા છે. પકડાયેલા આ પેકેટ ઉપર 'અફઘાન પ્રોડક્ટ' લખ્યું હોવાનું ધ્યાન પર આવ્યું છે.

જખૌ દરિયાકાંઠો અને ક્રીક ક્ષેત્રમાંથી ત્રણ વર્ષમાં ચરસના ૧૫૪૮ પેકેટ પકડાયા

બીએસએફ દ્વારા પકડાયેલા ચરસના પેકેટ પાકિસ્તાન તરફાથી દરિયાઈ લહેરો સાથે વહીને ભારતીય તટ ઉપર પહોંચી ગયા હોવાનું માલૂમ પડી રહ્યું છે. એકંદરે મે-૨૦૨૦થી લઈ અત્યાર સુાધીમાં બીએસએફની સાથે સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા જખૌ તટ અને ક્રીક ક્ષેમિાંથી ચરસના ૧૫૪૮ પેકેટ કબજે કરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News