ઠાસરામાં વાહનો, ફ્રુટની લારીઓ, કેબીનોમાં પણ તોડફોડ કરાઇ હતી

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
ઠાસરામાં વાહનો, ફ્રુટની લારીઓ, કેબીનોમાં પણ તોડફોડ કરાઇ હતી 1 - image


- બીજા દિવસે બપોર પછી બજારો સૂમસામ બની ગયા

- નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની શહેરીજનોને શાંતિ જાળવવા અપીલ કરાઇ

ઠાસરા : ઠાસરામાં શનિવારે પણ અજંપા ભરેલી સ્થિતિ જોવા મળી હતી. ટાવર ચોક, હોળી ચકલા, ગોધરા બજાર, રામ ચોક, પુષ્પજલિ વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તાર બપોરના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહ્યા હતા. જોકે બજારમાં કોઇ ગ્રાહક જોવા મળ્યો નહતો. જેને લઇને બપોર પછી વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. જેને લઇને બજાર સુમસામ ભાસતું હતું. ગોધરાકાંડ પછી પહેલી વખત ઠાસરામાં આ રીતે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. 

પથ્થરમારાને સંદર્ભે  ઠાસરાના પોલીસ ઇન્સ્પેક્ટર નિરજ બારોટ, ખેડા જિલ્લાના એસ. પી રાજેશ ગઢીયા,  ડીવાઈએસપી બાજપાઈની સૂચના  માર્ગદર્શન હેઠળ આખા ઠાસરા નગરમાં ગુનેગારોની શોધખોળ માટે કોમ્બિંગ હાથ ધરાયું હતું. ેજમાં શકના આધારે ૧૬ જણાને ઠાસરા પોલીસ સ્ટેશન માં બોલાવી પૂછપરછ કરાઇ હતી. જેમાંથી ૧૧ જણા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.લોકોમાં થતી ચર્ચા મુજબ ઠાસરા વાડદ ચોકડી ઉપર પાસે  આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર પાસે જાહેર રસ્તા પાસે આવેલ કાદરસા પીરની દરગાહ ઉપરના આરસીસીના મીનારા ઉપર પણ તોડફોડ કરવામાં આવી છે. ઠાસરા નગર ના મુખ્ય રસ્તા મોટા સૈયદ  વાળા ( તીન બત્તી) ચોકમાં આવેલ ચાના ગલ્લા,નાના લાકડાના કેબીનની અને તાલુકા પ્રાથમિક શાળા પાસે ની ફ્રુટની લારીઓ પણ તોડી નાખી હતી. બે એકટીવાને પણ નુકશાન થવા પામેલ છે. હાલ ૨૪ કલાક પછી ઠાસરામાં વાતાવરણ બિલકુલ શાંતિ સ્થપાઈ રહી છે.. ઠાસરા તાલુકા ના મામલતદાર નિહારિકાબેન સુવેરા સ્થળ તપાસ કરી હતી. બે દિવસ પહેલા ચૂંટાયેલા ઠાસરા નગર પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કુણાલકુમાર શાહ અને ઉપપ્રમુખ ભાવિનકુમાર પટેલેે પણ ઠાસરામાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.


Google NewsGoogle News