Get The App

કડાણા ડેમમાંથી વધુ પાણી છોડાતા વણાંકબોરી ડેમ ફરી ઓવરફ્લો

Updated: Aug 23rd, 2022


Google NewsGoogle News
કડાણા ડેમમાંથી વધુ પાણી છોડાતા વણાંકબોરી ડેમ ફરી ઓવરફ્લો 1 - image


- બપોરના સમયે ડેમની સપાટી 226 ફૂટ

- મોડી સાંજ સુધીમાં વધુ પાણી છોડવામાં આવે તેવી શક્યતા : સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા તાકિદ

સેવાલિયા : ઉપરવાસમાં પડી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે નદી નાળા તેમજ જળાશયો છલકાવા લાગ્યા છે. તેના પગલે બાંસવાડાનો મહી બજાજ ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી કડાણા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે કડાણામાંથી વણાંકબોરી ડેમમાં હાલ ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી ચૂક્યું છે અને મંગળવારે સાંજે ૭ વાગ્યા સુધીમાં વધુ બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદી માહોલ ચાલુ રહેતા અને પામીનો પ્રવાહ વધવાના કારણે ડેમમાં પાણીનો વધારાનો જથ્થો છોડવામાં વ્વી રહ્યો હોવાથી લાગતા વળગતા તમામ વહીવટી તંત્રને સેન્ડ બાયના ઓડર આપી દેવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અને સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. જો વણાંકબોરી ખાતે ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો ડેમનું લેવલ ૨૩૭ ઉપર પહોંચે તેવી શક્યતા તંત્ર દ્વારા જણાવાઇ છે. મંગળવારે બપોર સુધીમાં મહાસાગરમાં પાણીની સપાટી ૨૨૬ ફૂટે જોવા મળી હતી. 

સાંજે 4 વાગ્યે વણાકબોરી ડેમમાં 2.41 લાખ ક્યુસેક પાણી આવ્યું

વણાકબોરી ડેમ મો પાણી ની સપાટી આજે તારીખ ૨૩/૮/૨૦૨૨ સાંજનાં ૪ વાગે કડાણાડેમમાંથી વણાકબોરી ડેમમાં ૨ લાખ ૪૧ હજાર ક્યુસેક પાણી આવ્યું હતું. જેથી વણાકબોરીની મહીસાગર નદી તરફ ૮ ફીટની ઉંચાઈથી પાણી વહી રહ્યું છે. ત્યારે વણાકબોરી ડેમ ઉપર ૨૨૯ ફીટનું લેવલ જોવા મલ્યુ હતુ. 


Google NewsGoogle News