પાતાળમાં શિવલિંગ ધરાવતું યાત્રાધામ એટલે ઉત્કંઠેશ્વર મહાદેવ
- કપડવંજથી 17 અને દહેગામથી 22 કિલોમીટરના અંતરે
- ઊંટડીયા મહાદેવના હુલામણા નામથી ઓળખાતા ધામમાં શ્રાવણ માસમાં મહાપૂજાનો મહિમા
કપડવંજ : કપડવંજથી ૧૭ કિલોમીટર અને દહેગામથી ૨૨ કિલોમીટર બંને ખેડા અને અમદાવાદ જિલ્લાની સરહદ રેખા પર વાત્રક કાંઠે આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ગ્રામ્ય પ્રજા ઊંટડીયા મહાદેવના હુલામણા નામથી ઓળખે છે. શિવાલય સંપૂર્ણ દેખાતું નથી પરંતુ પાતાળમાં હોય એમ પ્રતીતિ કરાવતું બાણ ભૂગર્ભમાં છે.મહાદેવનું શિખરબંધી મંદિર નદીના તટમાં પ્રવેશદ્વાર ધરાવે છે જ્યાં જાંબલી ષિની પ્રતિમા છે. કહેવાય છે કે મહામૂની જાંબલી કાશીથી બાણ લાવેલા અને જાંબલી ષિને સ્વયમ ઉત્કંઠાથી દર્શન આપેલા જેથી ઉત્કંઠેશ્વર મહાદેવ કહેવાય છે. વાત્રક નદીનાના વહેતા પાણી વચ્ચે દેવડુંગરી નામે નદીની વચ્ચે મંદિર આવેલુ છે. અત્રે બાળકોના વાળ ઉતરાવવાની બાધા કરી ભાવાકો ત્યાં દર્શન કરે છે. આ પવિત્ર ધામક સ્થળ ઉત્કંઠેશ્વર મહાદેવમાં બારેમાસ ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને પર્યટક સ્થળ જેવો અહેસાસ થાય છે જેથી દર રવિવારે તેમજ શ્રાવણ માસમાં દર્શનાર્થીઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા ઉપરાંત ઉત્કંઠેશ્વર મહાદેવ મા દરરોજ ભકતજનો માટે ઊંટ સવારી થતી જોવા મળે છે. જેમાં ખેડા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ભક્તો વધારે પ્રમાણમાં લોકો આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસના પવિત્ર મહિનામા અને શિવરાત્રી નિમિત્તે અહીં લોકમેળા જેવું આયોજન થાય છે. ઉપરાંત મંદિરના પટાંગણમાં પ્રખ્યાત લિમ્બંચ માતાજીનું મંદિર પણ આવેલું છે.