Get The App

કપડવંજના કુંભારીયા ટીંબા શાળાના ઝાંપા પાસે ગાયો બાંધવાના મામલે હોબાળો

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
કપડવંજના કુંભારીયા ટીંબા શાળાના ઝાંપા પાસે ગાયો બાંધવાના મામલે હોબાળો 1 - image


- શનિવારે વિદ્યાર્થીઓએ શાળાની બહાર બેસવું પડયું

કપડવંજ : કપડવંજ તાલુકાના કુંભારીયા ટીંબા પ્રાથમિક શાળાના ઝાંપા પાસે વહેલી સવારથી રસીકભાઇ ભુલાભાઈ સોલંકી  તેમની બે ગાયોને ચરવા માટે બાંધી હતી. પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર બે-ત્રણ દિવસ રોજ ગાયો બંધાતી હતી પંદરમી ઓગસ્ટે રજાના કારણે કોઈને વાંધો ઉઠાવ્યો ન હતો.પરંતુ શનિવારે બાળકો સવારે સ્કૂલમાં આવતા આ મારકણી ગાયો સ્કૂલના ઝાંપા ઉપર બાંધેલી હોવાથી ૧૫૫ વિધાર્થીઓને શાળાની બહાર બેસવાનો વારો આવ્યો હતો.માટે વિદ્યાર્થીઆની સુરક્ષાને ધ્યાને લઇને આચાર્ય દીનેશભાઈ વાળંદે ગામના સરપંચને જાણ કરતા ગ્રામજનો એકત્ર થયા હતા.  

રસીકભાઇ ભુલાભાઈ સોલંકીના ઘરે સરપંચ દ્વારા ગાયો ખસેડવાનું કહેતા મહેશભાઈ ભુલાભાઈ તેમજ સંગીતાબેન મહેશભાઈ સોલંકી  સરપંચ, સરપંચ પતિ મહેશભાઈ ધુળાભાઈ સોલંકી તેમજ તેમના કાકા નવઘણભાઈ ઉપર લાકડી વડે હુમલો કરવા આવતા ગ્રામજનો વચ્ચે પડી છુટા પાડયા હતા. ત્યારબાદ સરપંચ ના પતિ મહેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોલીસ વાન સાથે દોડી આવી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News