Get The App

ખેતરમાં ટામેટાના વાવેતરમાં બકરા હોવાથી બે પરિવાર વચ્ચે મારામારી

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ખેતરમાં ટામેટાના વાવેતરમાં બકરા હોવાથી બે પરિવાર વચ્ચે મારામારી 1 - image


- નડિયાદના સલુણ તળપદની સીમનો બનાવ 

- મહિલા સહિતે ચાર વ્યકિતને ઇજા : જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ 

નડિયાદ : નડિયાદના સલુણ તળપદની સીમના ખેતરમાં ટામેટાના વાવેતરમાં બકરા હોવાથી બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ચાર શખ્સોએ હુમલો કરતા ચાર વ્યકિતને ઇજા થઇ હતી. આ મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.  

તાલુકાના સલુણ તળપદ ગામના શીતલબહેન કિરીટ તળપદાએ ખેતરમાં ટામેટાનું વાવેતર કર્યું હતું. આ ટામેટાના વાવેતરમાં જશવંત તળપદાના પત્ની ઇન્દુબહેન બકરા ફેરવતા હતા. શીતલ બહેને ખેતરમાં જઇ ઇન્દુબહેનને ટામેટાના વાવેતરમાં બકરા કેમ ચરાવો છો તેમ કહેતા ઇન્દુબહેન ઘરે જતા રહ્યા હતા. બાદમાં તેમના પતિ જશવંત ઉર્ફે જશુ મરઘા તળપદા તેમનો પુત્રો અલ્પેશ તળપદા, કિસ્મત તળપદા અને ધર્મેશ રમેશ તળપદાએ અપશબ્દો બોલીને શીતલબહેનને કહ્યુ કે, તુ પિયરમાં કેમ પડી રહી છે. આમારી સામે કેમ દાદાગીરી કરે છે. છે. શીતલબહેને કહ્યુ કે, હુ મારા માતા-પિતાનું ઘરે રહું છે,ુ તેમા તમારે શું. કહી ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ ઉશ્કેરાઇ જઇને શીતબહેનને મારમાર્યો હતો. આ ઝઘડામાં બુમાબુમ થતા શીતલબહેના કાકી ઉષાબહેન, કાકા નટુ તેમજ દીપચ નટુભાઇ છોડાવવા દોડી આવ્યા હતા અને તેઓને પણ મારમાર્યો હતો. જાથી મારી નાખવાની ધમકી આપીને ચાર શખ્સો નાસી ગયા હતા. 

આ મામલે શીતલબહેન કિરીટ તળપદાએ નડિયાદ ગ્રામ્ય પોલીસે જશવંત ઉર્ફે જસુ મરઘા તળપદા, અલ્પેશ જશવંત, કિસ્મતા જસવંત અને ધર્મેશ રમેશ તળપદા સામે ફરિયાદ નોંધાવી છે.  


Google NewsGoogle News