Get The App

બોરસદમાં ટ્રક પલટી જઈ તોતિંગ વીજ પોલને ભટકાઈ

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
બોરસદમાં ટ્રક પલટી જઈ તોતિંગ વીજ પોલને ભટકાઈ 1 - image


- વહેલી સવારે પ્રચંડ ધડાકો થતા ગભરાટ

- 66 કેવી વીજ પોલનો હેવી વાયર તૂટી પડતા શહેર અને ગામોમાં વીજળી ડૂલ

આણંદ : બોરસદ શહેરમાં વાસદ ચોકડીએ આવેલા જૈન મંદિર પાસે વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક ૬૬ કેવીના તોતિંગ વીજ પોલ સાથે ભટકાતા બોરસદ શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં વીજળી ડુંલ થઈ ગઈ હતી.

બોરસદની વાસદ ચોકડી પાસે જૈન દેરાસર આગળ પસાર થતા વાસદ હાઇવે ઉપર વહેલી સવારે ૬ વાગે ભાવનગરથી લોખંડના સળિયા ભરીને ભરૃચ તરફ ટ્રક જતી હતી. ત્યારે દેરાસર પાસેથી અચાનક આવેલી કારને બચાવવા જતાં ટ્રકના ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટ્રક નાળું તોડીને બાજુમાં આવેલા ૬૬ કેવીના તોતિંગ વીજ પોલ સાથે અથડાઈને ટ્રક ઉલટી થઈ ગઈ હતી. વહેલી સવારે ઘટના બનતા પ્રચંડ અવાજના કારણે બાજુની સોસાયટીના રહીશો પણ ચોંકી ઉઠયા હતા. ૬૬ કેવી પોલની છેક ઉપરનો હેવી વાયર તૂટી પડતા બોરસદ શહેર સહિત ૬૬ કેવી લાઈનથી જતી આજુબાજુના ગામડાની લાઈટો પણ બંધ થઈ ગઈ હતી. ટ્રકમાં ડ્રાઇવર એકલો હતો તેને કોઈ ઈજા થઈ ન હતી. વહેલી સવારે બનેલી ઘટનાથી એમજીવીસીએલના કર્મચારીઓ સ્થળ ઉપર આવીને વીજપોલનું સમારકામ કરી લાઈટ  ચાલુ કરવાની કામગીરી શરૃ કરી હતી.


Google NewsGoogle News