ખેડા જિલ્લામાં 130 જેટલા પોલીસ કોન્સ્ટેબલોની બદલી

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં 130 જેટલા પોલીસ કોન્સ્ટેબલોની બદલી 1 - image


- 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી

નડિયાદ : જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ૧૫ પોસઇ તેમજ ૧૧ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ બાદ આજે ૧૩૦ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે.જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ૧૫ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરીક બદલીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત ૧૧ પોલીસ ઇન્સ્પેક્ટરોની બીજી માર્ચના રોજ સાગમટે બદલીઓ કરવામાં આવી હતી. જેના બે દિવસ પછી આજે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નડિયાદ ગ્રામ્ય, નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ, હેડ કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ૧૩૦ પોલીસ કર્મચારીઓને એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓ સ્વખર્ચે તેમજ જાહેર હિતમાં કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News