યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરવા હજારો ભક્તો ઉમટયા
- મદિરમાં સવારે 5 વાગ્યાથી ભક્તોની ભારે ભીડ જામી ઠાકોરજીને આરતી બાદ સવા લાખનો મુગટ ધરાવવામાં આવ્યો
સવારે ૫ વાગ્યા ના અરસામાં મંદિર ખુલી ને ૫.૧૫ વાગે મંગળા આરતી ઉતારવામાં આવી ત્યાર બાદ કેશર સ્નાન કરવી ને ઠાકોરજી મેં ઝરી ના વો અલંકારી આભૂષણો ઘરવવામાં આવ્યા હતા અને ત્રણભોગ સાથે ધરાવવામાં આવ્યા હતા શણગાર આરતી ઉતારી ને ઠાકોરજી ને હીરારત્નો ઝડીત મોટો મુગટ ધારણ કરવામાં આવ્યો હતો જે મુગટ વર્ષમાં ત્રણ વખત ઠાકોરજીને ઘરવવામાં આવે છે જન્માષ્ટમી કારતકી પૂનમ અને શરદપૂણમા ના દિવસે આ મોટો મુગટ ઘરવવામાં આવે છે જે મુગટ ૮૬૫ વર્ષ પહેલાં ઠાકોરજી ને વૈષ્ણવ એ ભેટ ધર્યો હતો અને ત્યારે તેની કિંમત સવાલાખ રૂપિયા ની થઈ હતી આજે તેમુગટ માં જડેલા એક રત્નની કિંમત લખો ની થાય છે .
જે મુગટ સાથે સ્વેત ઝરીન વો માં ઠાકોરજી ના દર્શન નો લાભ લેવા હજારો ની સખ્યાં માં ભક્તો ડાકોર આવ્યા હતાં બપોરના અરસામાં મોટો મુગટ ઉતારી અને તેને તિલક કરી મુકવામાં આવે છે ત્યારબાદ ઠાકોરજી ની ઇન્ડિપિંડી થી નજર ઉતારવામાં આવી હતી અને ઠાકોરજી ને રાજભોગ ધરાવી ને પોઢાડી દેવાયા હતા પછી નિત્યક્રમ મુજબ સાંજે ચારવાગે મંદિર ખુલી ઉસ્થાપન આરતી ઉતારવામાં આવી અને જે દર્શન સાંજે ૫.૩૦ સુધી ખુલ્લા રહ્યા હતા અને સાયન ના સમયે ઠાકોરજી ને સ્વેત વો અને ચાંદી ના આભૂષણો ચાંદી ના દાડિયા ની શણગાર કરવામાં આવ્યો હતો અને શરદપૂણમા ચંદ્ર સોળેકલાએ ખીલીઅવ્યો હોય ત્યારે ઠાકોરજી ને દૂધ પૌઆ ની પ્રસાદી ધરાવવામાં આવી હતી અને બંધ બારણે રાસલીલા ની અનુભૂતિ કરાવવામાં આવી હતી