નાના ભાઈએ ખોટું પેઢીનામું બનાવી મોટાભાઈ, બેનનું નામ કમી કરાવી દીધુ
- નડિયાદ તાલુકાના હાથજની નવી મુવાડી ગામે ખોટું પેઢીનામું બનાવાતા ફરિયાદ
- છેતરપિંડી અંગેની ફરિયાદ મળતા નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નડિયાદ તાલુકાના હાથજની નવી મુવાડી ગામની સીમમાં અભેસિંહ બબાભાઈ ફતાભાઈ સોઢા (ઉ.વ.૭૦) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના પિતા બબાભાઈ ફતાભાઈ સોઢાના વારસદાર માં ચાર ભાઈ બહેન હતા. જેમાં સૌથી મોટા મણીબેન જેઓને મહેમદાવાદ તાલુકાના ઘોડાલી ગામના લીલા ચંદાજી ચૌહાણ સાથે પરણાવેલ હતા. તેઓનું ચાર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. તેમનાથી નાના ઈશ્વરભાઈ તેમનાથી નાના અભેસિંહ પોતે અને સૌથી નાના રમેશભાઈ કરીને છે. ત્રણેય ભાઈઓ પોતાના પરિવાર સાથે અલગ અલગ રહી ખેતી મજૂરી કરે છે. તેઓની માતાનું નામ કાશીબેન કરીને હતા. જે સને ૨૦૦૭ માં મરણ ગયેલ છે. તેમના મૃત્યુ બાદ એક વર્ષ પછી સને ૨૦૦૮ માં તેઓના પિતાજી મરણ પામ્યા હતા. તેમના મરણ બાદ પિતાની મિલકત વારસાઈ કરવાની હોય, તેઓએ તા.૧૬/૫/૨૦૧૪ ના રોજ પિતાના વારસદારોનું પેઢીનામુ કરાવી મિલકત વારસાઈ કરાવવા જતા બ્લોક સર્વે નં-૪૭૨, ૪૭૪, ૪૯૪, ૫૦૧ વાળી મિલકત માં તેઓના પિતા બબાભાઈ ફતાભાઈ સોઢા નું સાચું નામ ચાલતું હતું. અને બ્લોક સર્વે નં-૪૮૭ માં બબાભાઈ સોઢાની જગ્યાએ સરકારી રેકર્ડમાં બબાભાઈ ફુલાભાઈ સોઢાનું નામ લખાયેલ હોય જેથી સર્વે નં-૪૮૭ સિવાયના ઉપરના ચાર બ્લોક સર્વે નંબરોની વારસાઈ થઈ ગયેલ તેમાં ચારેય ભાઈ બહેનના નામ વારસાઈ હક્કે નોંધ નં-૩૧૯૦ તા.૭/૬/૨૦૧૪ થી આવી ગયેલ અને બ્લોક સર્વે નં-૪૮૭ માં બબાભાઈ ફતાભાઈ સોઢાની જગ્યાએ સરકારી રેકર્ડમાં બબાભાઈ ફુલાભાઈ સોઢાનું નામ ચાલતું હોય જે સરકારી રેકર્ડ ક્ષતિ સુધારી બબાભાઈ ફતાભાઈ સોઢાનું નામ રેગ્યુલર કરાવ્યા બાદ તે સર્વે નંબરની વારસાઈ બાકી રાખેલ હતી. ત્યારબાદ મામલતદાર કચેરીમાં ઉપરોક્ત બ્લોક સર્વે નં-૪૮૭ ના હક્ક પત્રકો અને ૭/૧૨ ના ઉતારા ની તપાસણી કરતાં સને ૨૦૦૪ સુધી બબાભાઈ ફતાભાઈ સોઢાનું નામ ચાલતું આવેલ ત્યારબાદ કોમ્પ્યુટરાઈઝ થતા સને ૨૦૦૪ પછી કોમ્પ્યુટર ની ભૂલ ના કારણે બબાભાઈ ફતાભાઈની જગ્યાએ બબાભાઈ ફુલાભાઈ સોઢા થઈ ગયેલ જણાઈ આવેલ. જે ક્ષતિ સુધારવા મામલતદારને તા.૧૧/૧૨/૧૪ ના રોજ અરજી આપી હતી. જે અરજી આધારે તા.૨૪/૨/૧૫ ના રોજ ક્ષતિ સુધારવા માટે મામલતદાર એ હુકમ કરેલ તે હુકમ આધારે ફેરફાર નોંધ ૩૩૫૭ થી બબાભાઈ ફતાભાઈ નું નામ રેગ્યુલર થઈ ગયેલ હતું. આ બનાવ સંદર્ભે અભેસિંહ સોઢાની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે રમેશભાઈ સોઢા (નાનાભાઈ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.