ઠાસરાના રવાલિયા ગામની પ્રાથમિક શાળામાં તળાવનું પાણી ફરી વળ્યું

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ઠાસરાના રવાલિયા ગામની પ્રાથમિક શાળામાં તળાવનું પાણી ફરી વળ્યું 1 - image


- વરસાદના કારણે તળાવ છલકાયું

- છેલ્લા 5 દિવસથી શાળા કંમ્પાઉન્ડમાં પાણી ભરાયેલા છે, રોગચાળાનો ભય

ઠાસરા : ઠાસરા તાલુકાના રવાલિયા ગામનું તળાવ વરસાદના કારણે છલકાતા તેના પાણી પ્રાથમિક શાળામાં ફરી વળ્યા હતા. જેને લઇને ૩૦૦ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાઇ હતી. શાળા કંમ્પાઉન્ડમાં એક ફૂટ જેટલું પાણી ભરાઇ જતા શિક્ષણ કાર્ય પર ભારે અસર વર્તાઇ હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ શાળામાં પુરતા ઓરડા નથી, જુના ઓરડા પાડી દીધા બાદ આજદીન સુધી નવા ઓરડા બનાવાયા નથી. ગામના રહિશ મુકેશ સેનવાના જણાવ્યા મુજબ તળાવનું પાણી શાળામાં ફરી વળતા રોગચાળો ફેલાવાની ભીતિ છે. 

છેલ્લા પાંચ દિવસથી શાળાનમ્કંમ્પાઉન્ડમાં પાણી ભરાયેલા હોવા છતાંય શિક્ષણ વિભાગ દ્વારા ધ્યાન અપાયું નથી. શાળાના બાળકો, શિક્ષણકાર્ય અને શિક્ષકોને રામભરોષે છોડી દેવાવામાં આવ્યા છે.


Google NewsGoogle News