Get The App

બેફિકરાઇથી ડ્રાઇવિંગ કરી અકસ્માત કરનાર ટ્રક ચાલકને 6 માસની સજા

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
બેફિકરાઇથી ડ્રાઇવિંગ કરી અકસ્માત કરનાર ટ્રક ચાલકને 6 માસની સજા 1 - image


- કપડવંજ બસ મથકે ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો

- બેફામપણે વાહન હંકારી લોકોના જીવનું જોખમ ઉભું કરનારાઓ માટે ઉદાહરણરૂપ ચુકાદો

કપડવંજ : કપડવંજ બસ સ્ટેશન પાસે ટ્રક ચાલકે બેફામપણે, બેફિકરાઇથી ટ્રક ચલાવીને કારને અથડાવી દીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતા મામલો કોર્ટમાં ગયો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપી ટ્રક ચાલકને કસુરવાર ઠેરવી ૬ માસની સજા અને એક હજારના દંડની સજા ફટકારી હતી. ટ્રાફિક નિયમો નેવે મુકી, બેફિકરાઇથી વાહન ચલાવતા લોકો માટે આ સજા એક ઉદાહરણ રૂપ છે.

કપડવંજ બસ સ્ટેશન નજીક બેફામપણે બેદરકારીપૂર્વક વાહન હંકારતા રોજબરોજ અસંખ્ય અકસ્માતના બનાવો વધતા જાય છે અકસ્માત કરનાર વાહન ચાલકો અન્ય ના જીવ જોખમમાં મૂકી કાયદો હાથમાં લેતાં હોય સરકારી વકીલ  ડી બી ચૌહાણ દ્વારા દલીલો કરીને બેફામપણે વાહનો હંકારતા વાહન ચાલકોને બોધપાઠ રૂપી કપડવંજ એડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા આરોપી વાહન ચાલક વિપુલ સિહ દીલિપ સિહ રાઠોડ (રહે રવદાવત તા કઠલાલ) ને  ફોજદારી કાર્યરત અધિનિયમ હેઠળ છ મહિનાની સજા તેમજ એક હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. અને જો દંડ ન ભરે તો વધુ બે મહિનાની જોગવાઇ અનુસાર સજા ફટકારી હતી.ફરીયાદ પક્ષ હકીકત મુજબ આરોપી ટ્રક ચાલક  કપડવંજ બસ સ્ટેશન રોડ ઉપર બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી ફરીયાદીની કારના જમણી બાજુ ના દરવાજા તથા જમણી બાજુએ અથડાવી અકસ્માત કર્યો હતો. આ ગુનામાં આરોપી વિરુદ્ધ કલમ ૨૭૯,૪૨૭ તથા મોટર વિહકલ એક્ટ  ૧૭૭,૧૮૪મુજબ ફરીયાદ દાખલ થવા પામી હતી.  જે ફરિયાદ કોર્ટમાં ચાલી જતા બેફામ બેફિકરાઈ ને ગફલતભરી રીતે વાહન ચાલકો માટે દાખલા રૂપ સજા ફટકારી હતી


Google NewsGoogle News