Get The App

બાલાસિનોરમાં કેદારેશ્વર મંદિરમાંથી પાદુકા ચોરનાર તસ્કર અંતે ઝડપાયો

Updated: Aug 30th, 2022


Google NewsGoogle News
બાલાસિનોરમાં કેદારેશ્વર મંદિરમાંથી પાદુકા ચોરનાર તસ્કર અંતે ઝડપાયો 1 - image


- પૂજારીએ સીસી ટીવી કેમેરાના ચેક કરતા ચોરીનો ભેદ ખુલ્યો 

બાલાસિનોર : બાલાસિનોરમાં કેદારેશ્વર મહાદેવમાં તા.૨૧/૦૮ના રોજ દર્શન કરવાના બહાના હેઠળ ઘુસેલો અજાણ્યા ઇસમ માતાજીની ચાંદીની ચરણ પાદુકાની ઉઠાંતરી કરી ભાગી છુંટયો હતો. 

પૂજારી માતાજીના ગર્ભગૃહમાં ગયા ત્યારે ચાંદીની ચરણ પાદુકા નજરે નહીં પડતાં તેઓએ સીસીટીવી કેમેરા ચેક કરતા એક અજાણ્યો માણસ દર્શન કરી માતાજી આગળ મૂકેલી ચાંદીની ચરણ પાદુકા પોતાની બેગમાં મૂકી નાસી જતો દેખાયો હતો. 

ચોરીની બનાવની જાણ બાલાસિનોર પોલીસ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરી કરનાર માણસને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. જેને તા. ૨૬ ૮ ૨૦૨૨ના રોજ ઝડપી પાડયો હતો અને તેનું નામ પૂછતા પોતે કૃણાલ કોદરભાઈ પટેલ (રહે. કુણી તાલુકો, ગળતેશ્વર)નો હોવાનું જણાવ્યુ હતું. તેણે ચોરી કર્યાની કબુલક કરતા તેની પાસેથી ૧૫૦ ગ્રામ ચાંદીના માતાજીના ચરણ પાદુકા કબજે કરાઇ હતી.


Google NewsGoogle News