દૂધાથલથી કાવઠ પાટિયા સુધીનો રોડ બિસ્માર બન્યો
- ત્વરિત સમારકામ કરવાની માંગણી
- રોડ પર ઘીસીઓ પડી જવાના કારણે વાહનો ફંટાઈ જવાના લીધે અકસ્માતની ભીતિ
કપડવંજ : કપડવંજથી મોડાસા હાઈવે પર દૂધાથલથી કાવઠ પાટિયા સુધીનો રસ્તો ઘસાઈને બિસ્માર બન્યો છે. રોડ પર ઘીસીઓ પડી જવાના પરિણામે વાહનો ફંટાઈ જવાના લીધે અકસ્માતની ભીતિ વચ્ચે ત્વરિત સમારકામ કરવાની માગ ઉઠી છે.
કપડવંજથી મોડાસા હાઈવે પર દૂધાથલથી કપડવંજ તાલુકાની હદ કાવઠ પાટિયા સુધીના હાઈવે રોડ સાવ ઘસાઈ ગયો છે. અહીં આ રોડ પર ઘીસીઓ પડેલી હોવાના કારણે વાહનચાલકો જીવના જોખમે આ રસ્તે પસાર થવા મજબૂર બન્યા છે. આ રોડ ઉપર પડેલી ઘીસીઓથી ટુવ્હિલર વાહનચાલકોના વાહનો ફંટાઈ જવાના લીધે જીવલેણ અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. કપડવંજથી મોડાસા આઈવે રોડ ઉપર દીલિપ બિલકોન એજન્સીને હાઈવે રોડ ઉપરનું કામ પી ડબ્લ્યૂ ડી દ્વારા સોંપવામાં આવ્યું હતું ત્યારે રોડની ખરાબ સ્થિતિ થઈ ગઈ હોવા છતા નિરિક્ષણ કે વાહન ચાલકોની સલામતીની જવાબદારી કોની તેવા સવાલો ઉઠાવી તાત્કાલિક ધોરણે સલામતી માટે હાઈવે રોડ ઉપર સમારકામ કરવાની માંગણી વાહનચાલકો કરી રહ્યા છે.