Get The App

આણંદ ખાતેની ઝાયડસ હોસ્પિટલમાં જિલ્લાનું સૌપ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ

- મેનેજમેન્ટે તબીબોની સિધ્ધીને વધાવી

- ઝાયડસના ચેરમેન પંકજભાઈ પટેલનું માદરે વતનમાં ઉચ્ચ કોટીની અત્યાધુનિક હોસ્પિટલની સેવાઓનું સપનું સાકાર

Updated: Jan 13th, 2021


Google NewsGoogle News
આણંદ ખાતેની ઝાયડસ હોસ્પિટલમાં જિલ્લાનું સૌપ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ 1 - image


અમદાવાદ, તા.13 જાન્યુઆરી 2021, બુધવાર

ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે જિલ્લાનું સૌપ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ તા. ૨ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને ઓપરેશનના ૧૦માં દિવસે કિડની મેળવનાર ૨૮ વર્ષના નવયુવાન દર્દીને તંદુરસ્તી સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ઝાયડસ હોસ્પિટલ, આણંદ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું કે ખુબ જ જટીલ તેમજ ઉચ્ચ કોટીની સારવાર તેમજ ઓપરેશન આણંદમાં પોતાના ઘરઆંગણે શક્ય છે. ડૉ. મૌલીક એમ. શાહ (નેફ્રોલોજીસ્ટ), ડૉ. જીગીશ વ્યાસ (યુરોલોજીસ્ટ એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અન ડૉ. કૌશલ પટેલ (યુરોલોજીસ્ટ)ના જણાવ્યા મુજબ વિવિધ રોગોથી પીડાતા કિડની ફેલ્યોરના દર્દીઓ ડાયાલીસીસ કરતાં ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ વધારે ઉત્તમ ગણાય છે. ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે દર મહીને આશરે ૧૧૦૦થી વધુ ડાયાલીસીસ કરવામાં આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અવયવદાન સગા સંબંધી દ્વારા કરી શકાય છે તથા કેડેવર (મૃતમસ્તીષ્ક) કિડની દાતાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પરંતુ સમાજમાં ખુબ ઓછી જાગૃત્તા હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ ઘણા ઓછા થાય છે. સમાજના દરેક જાગૃત નાગરીક અવયવ દાન વિષે જાણકારી કેળવી કિડની વગેરે અવયવ દાન કરવા માટે યોગ્ય વ્યક્તિઓ પ્રેરાય તેવા પ્રયત્નો થાય તે અત્યંત જરૂરી છે. વધુમાં હોસ્પિટલના હેડ પ્રજ્ઞોશ ગોર દ્વારા જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી કિડની ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે શક્ય બને તે માટે ડૉક્ટર્સ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સતત પ્રયત્નશીલ હતા. જેથી આણંદ જિલ્લાનું સૌપ્રથમ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું જે દર્શાવે છે કેહોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના વિશ્વાસથી આરોગ્ય ક્ષેત્રે અસાધારણ સિધ્ધિઓ પ્રાપ્ત કરવી સરળ બને છે અને સાથે પ્રથમ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તેઓએ ગુજરાત સરકાર તેમજ ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલ સમગ્ર ડૉક્ટર્સની ટીમ તથા અન્ય સહ કર્મચારીગણને અભિનંદન પાઠવ્યા. ડૉ. વી.એન.શાહ (બીઝનેસ હેટ) દ્વારા કાયમી રીતે મળતું માર્ગદર્શન હરહંમેશ આવી સિધ્ધીઓ હાંસલ કરવા માટે પ્રેરણાદાયક બની રહે છે. ઝાયડસ હોસ્પિટલના ચેરમેન અને આણંદ જિલ્લાના ભાદરણ ગામના વતની પંકજભાઈ પટેલ દ્વારા ઝાયડસ હોસ્પિટલ, આણંદમાં ઉચ્ચ કોટીની, અત્યાધુનીક જટીલ તેમજ અતિ આવશ્યક હોસ્પિટલની સેવાઓ પારદર્શકથી ઉપલબ્ધ કરવાનું સપનું સાકાર થયું છે.


Google NewsGoogle News