કપડવંજમાં પરિવાર અમદાવાદ ગયો અને તસ્કરો રૂ. 1.60 લાખ ચોરી ગયા
- પરિવાર હોસ્પિટલે જતા તસ્કરોએ હાથફેરો કર્યો
- સોના-ચાંદીના દાગીના રૂા. 1.35 લાખ, રોકડ સહિતની મત્તા ઉઠાવી તસ્કરો ફરાર
નડિયાદ, તા. 7 જુલાઈ 2019, રવિવાર
કપડવંજ શહેરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો.સસરાની તબિયત જોવા ગયેલા પરિવારના ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કરી ફરાર થઇ ગયા હતા.
કપડવંજ શહેરમાં સૈયદ હોસ્પિટલ પાછળ આવેલ મદીના સોસાયટીમાં રહેતા મીનાઝબેન શેખના ઘરમાં અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મદીનાબેન તેમના સસરા સિરિયલ હોવાને કારણે અમદાવાદ હોસ્પિટલમાં ખબર જોવા માટે ગયા હતા. જેથી તેમનુ ઘર તા.૬-૭-૧૯ થી ૭-૭-૧૯ના સવારે ૯ઃ૦૦ કલાક સુધી બંધ હતુ. સસરાની તબિયત જોઇને આવેલા મીનાઝબેન ઘરે પરત ફર્યો ત્યારે તેમના ઘરના મુખ્ય તાળુ તુટેલી હાલતમાં હતી. જેથી તેમને ઘરમાં જઇને તપાસ કરી હતી.
તપાસ કરતા ઘરમાં રહેલ તિજોરીનુ તાળુ તોળી સોનાનો હાર કિ.રૂા.૧,૩૫,૦૦૦ રોકડ રકમ કિ. રૂા૨૦,૦૦૦,ચાંદીના ઝાંઝર કિ. રૂા.૨૫૦૦,ગલ્લામાં રહેલ ૩,૦૦૦ એમ મળી કુલ ૧,૬૦,૫૦૦ નો મુદામાલ અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગે મીનાઝબેન રોહુલઅમીન શેખ રહે,મદીના સોસાયટી સૈયદ હોસ્પિટલની પાછળ કપડવંજે કપડવંજ પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.