Get The App

નડિયાદ ડાકોર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મોત

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
નડિયાદ ડાકોર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મોત 1 - image


- ચાપાજીની મુવાડીના મિત્રનો આબાદ બચાવ

- મોટરસાઈકલ પર મિત્રને સાથે લઈ મોબાઈલ લેવા ગયેલા રામસિંગની મુવાડીના વ્યક્તિનું મૃત્યુ

નડિયાદ : નડિયાદ ડાકોર રોડ ઉપર પસાર થતું મોટરસાયકલ સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં ગંભીર રીતે ઈજા પામેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના ચાપાજીની મુવાડીમાં રહેતા કિરીટભાઈ વખતસિંહ સોઢા પરમાર તેમના મિત્ર જીતેન્દ્ર ભલાભાઈ ચૌહાણ (રહે.રામસિંગની મુવાડી)ને મોબાઈલ લેવાનો હોવાથી તેમના મોટરસાયકલ પર નડિયાદ આવ્યા હતા. પરંતુ મોબાઈલ પસંદ ન આવતા જીતેન્દ્રભાઈ ચૌહાણ અને કિરીટભાઈ સોઢા પરમાર પરત ઘરે જતા હતા. દરમિયાન નડિયાદ ડાકોર રોડ ઉપર ગ્રાન્ડ ચેતક સામે રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ ખાઈ ગયું હતું. 

જેથી બાઇક સવાર બંને રોડ ઉપર ફંગોળાઈ જતા બાઈક ચાલક જીતેન્દ્રભાઈ ભલાભાઈ ચૌહાણને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે કિરીટભાઈ સોઢા પરમારનો આબાદ બચાવ થયો હતો. જ્યારે જીતેન્દ્રભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


Google NewsGoogle News