Get The App

ગલતેશ્વર મંદિર નજીક મહીસાગર નદી પરનો પુલ બંધ કરાયો

Updated: Aug 23rd, 2022


Google News
Google News
ગલતેશ્વર મંદિર નજીક મહીસાગર નદી પરનો પુલ બંધ કરાયો 1 - image


- કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવાનું હોવાથી

- મહી અને શેઢી નદી કાંઠાના 14 ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકિદ

અમદાવાદ : કડાણા ડેમમાંથી સાંજના સમયે ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવવાનું હોવાથી ગલતેશ્વર મંદિર નજીક મહીસાગર નદી પરનો પુલ પાણીમાં ડુબી જવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા પુલ પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને મહી અને શેઢી નદી કાંઠાના ૧૪ ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકિદ કરવામાં આવી હોવાનું ગલતેશ્વર મામલતદાર દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે. 

ગલતેશ્વર તાલુકાના મામલતદાર એસ.ડી પટેલે એક તાકિદની યાદીમાં જણાવ્યુ છે કે કડાણા ડેમમાંથી મંગળવારે સાંજે ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોઇ ગલતેશ્વર મંદિર નજીક મહીસાગર નદી પરનો પુલ પાણીમાં ડુબી જવાની સંભાવના છે. જેથી આ પુલ પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તેમજ ગલતેશ્વર તાલુકાના મહી નદી તેમજ શેઢી નદી કાંઠા વિસ્તારના ગામ (વનોડા, મહીઇટાડી, કુણી, સાંગોલ, સોનીપુર, પાલી, રૂસ્તમપુરા, સરનાલ, વસો, વાડદ, મીઠાના મુવાડા, ડભાલી અને જગરાલ)માં વસવાટ કરતા નાગરિકોને દુર્ઘટના સંભવિત સ્થળોએ અવર-જવર નહીં કરવા તેમજ સલામત સ્થળે ખસી જવા અગમચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.  

Tags :
bridge-over-Mahisagar-riverGalteshwar-templeclosed

Google News
Google News