આયુષ્યમાન કાર્ડ આધારે કેટલીક હોસ્પિટલોએ સારવાર બંધ કરી
- દર્દીઓની સારવાર બાદ પેમેન્ટના ધાંધિયા થતા
- ઘણા કિસ્સામાં રૂપિયા કાપી લેવાય છેઃ માત્ર ડિલિવરીના કેસોમાંજ પેમેન્ટ સમયસર થાય છે
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સરકાર ઇન્સ્યોરન્સકંપનીને હાયર કરતી હોય છે. લાભાર્થીઓનું પ્રીમિયમ સરકાર ભરતી હોય છે, અને તેના આધારે કાર્ડ તૈયાર થતા હોય છે. કેટલીક જરુરી સ્વાસ્થ્ય સંબંધી સારી સારવાર નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં મળી રહે તેનું આયોજન સરકારકરતી હોય છે. આ માટે દર્દીને દાખલ થવા, દવા મેળવવા, વિવિધ રિપોર્ટ બનાવવાની સુવિધા ખાનગી હોસ્પિટલમાં સરકારના ધારાધોરણ મુજબ આયુષ્યમાન કાર્ડ ધારક લઇ શકતો હોય છે. આનો રિપોર્ટ ડોકયુમેન્ટ અપલોડ કર્યા બાદ સરકારદર્દીની સારવારની મંજૂરી આપતી હોય છે, અને દર્દી દાખલ થવાથી ડિસ્ચાર્જ થવા સુધીની તમામ સુવિધા વિનામુલ્યે ખાનગી હોસ્પિટલાં ઉપલબ્ધ થતી હોય છે. દર્દીને મળેલી સારવારનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપનીએ ૧૫ દિવસમાં જે તે હોસ્પિટલને આપી દેવાનો હોય છે અને આ પ્રમાણે સરકારે એમઓયુ કર્યા હોય છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલીક ખાનગી હોસ્પિટલોને આયુષ્યમાન ભારત અંતર્ગત મળવાપાત્ર રૂપિયા ચુકવાઇ રહ્યા નથી. જેથી આયુષ્યમાનકાર્ડ અંતર્ગત સેવા આપવી તેઓ માટે મુશ્કેલરુપ બની રહ્યું છે. ઘણી હોસ્પિટલોએ રજૂ કરેલ બિલ પૈકી કેટલીક રકમ કોઇક કારણસરકાપી લેવામાં આવે છે. જે બાદ હોસ્પિટલ દ્વારા કપાત કરેલ રકમ અંગે કરેલી સારવાર યોગ્ય પુરાવા રજૂ કરવા સાથે ફોલોઅપ લેવામાં આવતું હોય છે તેમ છતાં આવા નાણાની ચુકવણી અટવાઇ ગઇ છે.હોસ્પિટલ સુત્રોના જણાવ્યા મુજબ કેટલાક કેસમાં ૫૦૦૦૦નું બિલ હોય તો તેની સામે ૨૦,૦૦૦નું ચુકવણી થયું છે. જે કો મહિલાની ડિલિવરી અંગેની સારવાર લીધા પછી તેનું પેમેન્ટ સમયસર થાય છે, કેમકે તેની રકમ ઓછી હોય છે અને વેરિફિકેશન પણ ઓછુ હોય છે.