નવાગામમાં ફરજ બજાવતા ફીમેલ હેલ્થ વર્કરના આપઘાતથી ચકચાર

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
નવાગામમાં ફરજ બજાવતા ફીમેલ હેલ્થ વર્કરના આપઘાતથી ચકચાર 1 - image


- બારેજામાં ઘરની છત પરથી કુદી આપઘાત કર્યો

- વાઘરોલી ગામે બદલી કરાતા મનદુઃખ હોવાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો હતો

નડિયાદ : ખેડા તાલુકાના નવાગામ પેટા આરોગ્ય (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાયકા) ખાતે ફરજ બજાવતાં ફીમેલ હેલ્થ વર્કરે બારેજા ખાતે પોતાના રહેણાંક મકાનની છત પરથી કુદીને આપઘાત કરી લેતા આરોગ્ય વિભાગમાં ચકચાર મચી છે. 

નવાગામ પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં પલ્લવીબેન મેકવાને પોતાના બારેજા ખાતે આવેલા મકાનમાં સોમવારે સવારે મકાનની છત પરથી કૂદી આપઘાત કર્યો હતો. તાજેતરમાં જિલ્લા આરોગ્ય વિભાગે વહીવટી કારણોસર તેણીની બદલી નવાગામથી ગળતેશ્વર તાલુકાના વાઘરોલી ગામમાં કરી હતી.

 જેને લઇને તેણીએ મનદુઃખ હોવા બાબતે પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો હતો. જેથી બદલીના કારણે પલ્લવીબેને આપઘાત કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ બનાવ અંગે હાલ અસલાલી પોલીસ તપાસ ચલાવી રહી છે.

બદલીના કારણે આપઘાત કર્યાનું જણાતું નથી છતાં તપાસ કરાશે 

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એસ.ધુ્રવએ જણાવ્યું હતું કે, મને આજે સવારે પલ્લવીબેને આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી. આરોગ્ય વિભાગે પલ્લવીબેન સહિત ૧૧ કર્મચારીઓની બદલી કરી છે. જેથી ફિમેલ હેલ્થ વર્કરે બદલીના કારણે આપઘાત કર્યાનું જણાતું નથી. આમ છતાં સમગ્ર બાબતની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News