Get The App

બાલાસિનોરની રાજમંદિર સોસાયટી પાસે 20 દિવસથી ઉભરાતી ગટર

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
બાલાસિનોરની રાજમંદિર સોસાયટી પાસે 20 દિવસથી ઉભરાતી ગટર 1 - image


- પાલિકા તંત્ર સમસ્યા સાંભળતું નહીં હોવાના આક્ષેપ

- વિસ્તારમાં દુર્ગંધમય વાતાવરણ બની જતા સ્થાનિકોને રહેવું મૂશ્કેલ બન્યું

બાલાસિનોર : બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં આવેલા રાજમંદિર સોસાયટી કપાસ જીન રોડ પર છેલ્લા ૨૦ દિવસથી ગટરો ઉભરાય છે. જેમાં નગર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર સાંભળતું નહીં હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે.

બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં આવેલા રાજમંદિર સોસાયટી, કપાસ જીન રોડ પર છેલ્લા ૨૦ દિવસથી ગટરો ઉભરાતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધમય વાતાવરણ બની ગયું છે. આ બાબતે નગર પાલિકામાં ઉભરાતી ગટરો સાફ કરાવવા અનેક વખત મૌખિક માંગ કરવામાં આવી છે. 

પરંતુ, નગર પાલિકાના કોઈ કર્મચારીઓ સ્થાનિક માણસોનું કઈ સંભાળતા નથી તેવા સોસાયટીમાં રહેતા રજેશભાઈ સહિતના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે આજદિન સુધી આ વિસ્તારમાં ગટરો ઉભરાતી નજરે પડે છે. 

સાથે વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ જતા સ્થાનિકોને રહેવું દોજખ બન્યું છે. પડકાર રૂપ બન્યું છે.


Google NewsGoogle News