Get The App

નડિયાદ તાલુકાના ગુતાલ ગામ પાસેના હાઇવે પર અઢી લાખની લૂંટ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
નડિયાદ તાલુકાના ગુતાલ ગામ પાસેના હાઇવે પર અઢી લાખની લૂંટ 1 - image


- એક્ટિવા સવાર યુવતીનું પર્સ બાઇક સવાર ખેંચી ગયો

- બેંકમાં એફડી કરાવવા જતી વખતે બાઇક સવારોએ રસ્તો પુછવાના બહાને લૂંટ કરી

નડિયાદ : ગુતાલ નેશનલ હાઇવે નંબર ૪૮ ના બ્રિજ ઉતરતા એકટીવા લઈને જતી યુવતી પાસે જઈ મોટર સાયકલ પર આવેલ બે ગઠીયા રસ્તો પૂછવાના બહાને વાતચીત કરી યુવતીના ખભે ભરાવેલ રૂપિયા અઢી લાખની રોકડ સાથેનું પર્સ આંચકી આંખના પલકારામાં નાસી ગયા હતા. આ બનાવ અંગે યુવતીએ વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આણંદ સંસ્કાર પાર્ક સોસાયટીમાં જાગૃતિબેન રાકેશભાઈ વસાવા તેના પતિ સાથે રહે છે. જાગૃતિબેનની બહેનપણી સંજના નિલેશભાઈ પટેલ (રહે. છાપરા, તાલુકો મહેમદાવાદ) નસગ તેમજ જીમ કરે છે. સંજના એક મહિનાથી બહેનપણીની સાથે રહેતી હતી. સંજનાના પિતા નિલેશભાઈ પટેલે તા.૯/૭/૨૪ ના રોજ મિલકત જમીન વેચાણ કરતા આવેલ રોકડ રૂ.૨,૫૦,૦૦૦ આણંદ આવી સંજનાને મહેમદાવાદની બેંકમાં એફ ડી કરાવવા આપીને ગયા હતા. જેથી ગઈકાલે શનિવારે બપોરે આણંદથી સંજના અને તેની બહેનપણી જાગૃતિ એકટીવા લઈને મહેમદાવાદ બેંકમાં એફડી કરાવવા રોકડ રૂપિયા અઢી લાખ લઈને જઈ રહ્યા હતા.  તેઓ બપોરના સવા એક વાગ્યાના સુમારે ગુતાલ બ્રિજ પર ઉતરતા હતા ત્યારે સંજનાના મોબાઇલ પર તેના મિત્રનો ફોન આવતા એકટીવા સાઈડ પર ઊભું રાખી વાત કરતી હતી જ્યારે જાગૃતિ ઉતરીને લઘુ શંકા કરવા ગઈ હતી. આ દરમ્યાન સફેદ એકટીવા પર મોંઢા પર કપડું બાંધી આવેલા બે ઈસમોએ યુવતી પાસે આવી વડતાલ જવાનો રસ્તો પૂછતા હતા. આ એકટીવા પાછળ બેઠેલ ઇસમ સંજનાના ખભા પર ભરાવેલ રોકડ સાથેનું પર્સ ખેંચી પટ્ટા સાથે તોડી ચીલ ઝડપ કરી રોંગ સાઈડ પર ગુતાલ તરફ હંકારી નાસી ગયા હતા.અચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલ સંજના અને તેની બહેનપણીએ બૂમાબૂમ કરી હતી, પરંતુ ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે જાગૃતિબેન રાકેશભાઈ વસાવાએ વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News