For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

6 દેશોના પ્રતિનિધિઓએ ખેડા લોકસભા બેઠકની મુલાકાત લીધી

Updated: May 7th, 2024

6 દેશોના પ્રતિનિધિઓએ ખેડા લોકસભા બેઠકની મુલાકાત લીધી

- ભારતની ચૂંટણી પ્રક્રિયાને સમજવા માટે

- ધોળકાના ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી પ્રક્રિયા નિહાળી ચૂંટણીલક્ષી માહિતી મેળવી 

નડિયાદ : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતની ચૂંટણી પ્રક્રિયાને સમજવા અને નીહાળવા માટે છ દેશોના પ્રતિનિધિઓ ગુજરાતના મહેમાન બન્યા છે. આ વિદેશી ડેલિગેટ્સે ધોળકા ખાતે આવેલા ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈને ચૂંટણી પ્રક્રિયા સહિત ચૂંટણી લક્ષી જાણકારી મેળવી હતી. 

રશિયા, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ફીજી અને કિર્ગીઝ રિપબ્લિકના પ્રતિનિધિઓએ મતદાનના આગળના દિવસે તા.૬ મે ના રોજ ૧૭-ખેડા સંસદીય મતવિસ્તારની ૫૮-ધોળકા વિધાનસભા બેઠકની મુલાકાત લીધી હતી.

વિદેશી ડેલિગેટ્સે ધોળકાની સી.વી.મિસ્ત્રી સ્કૂલના ડિસ્પેચિંગ સેન્ટર સહિતના વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયા, ઈવીએમ, મતદાનથી લઈ મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. તેમજ સેન્ટર પર ઉપસ્થિત લાયઝન અધિકારીઓ સાથે વ્યવસ્થાપન સહિતની બાબતે સંવાદ સાધ્યો હતો.  

Gujarat