વસો તાલુકામાં 3 બાળકી સાથે દુષ્કર્મ મુદ્દે રિ-કન્સ્ટ્રક્શન કરાશે
- આરોપીના ભાઈએ અગાઉ આપઘાત કર્યો હતો
- કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા સ્થળ તપાસ કરી પુરાવા એકત્ર કરાશે
ખેડા જિલ્લાના વસો તાલુકાના એક ગામમાંથી બાળકીઓ સાથે દુષ્કર્મનો બનાવ ઉજાગર થયો હતો. એક વર્ષથી ૩ બાળકીઓ સાથે દુષ્કર્મ અને એક? સાથે શારિરીક છેડછાડ કરતા મામલો વસો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. છેવટે આધેડ ચંન્દ્રકાંત પટેલની વસો પોલીસે અટકાયત કરી હતી અને આજે આ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગામના સરપંચ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ૫૪ વષય ચંન્દ્રકાંત પટેલ અપરીણિત છે અને તે મુળ આ ગામનો જ વતની છે. ઉપરાંત તેના મોટાભાઈએ પણ કોઈ કારણસર બે વર્ષ અગાઉ દવા પી સ્યૂસાઈડ કરેલું હતું. ચંદ્રકાંત ગામમાં પોતાનું મકાન ધરાવે છે, અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, ચંન્દ્રકાત ખુબ જ ખરાબ માનસિકતા ધરાવતો હતો. તેને ગામની સીમમાં ૨-૩ વિઘા જેટલી જમીન આવેલી છે. વ્યવસાયે પેઇન્ટિંગ કામ કરે છે. આરોપી ચંન્દ્રકાંત પટેલના માતા-પિતાનું ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું. આથી તે એકલો જ પોતાના ઘરમાં રહીને દિવસ પસાર કરતો હતો. તેના પિતા સતત ૨૫ વર્ષથી ગામની દૂધની ડેરીમાં ચેરમેન પદે રહ્યા હતા.