રેલવે ગરનાળાની બંને બાજુ ફૂટપાથ બનાવવાની માંગણી સાથે વિરોધ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
રેલવે ગરનાળાની બંને બાજુ ફૂટપાથ બનાવવાની માંગણી સાથે વિરોધ 1 - image


- વસો તાલુકાના હેરજ ખાંધલી રોડ ઉપર

- અંડરબ્રિંજ ઊંડો હોવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી વિદ્યાર્થીઓ સહિત લોકોને હાલાકી

નડિયાદ : ખેડા જિલ્લામાંથી રેલવે કોરિડોર પસાર થાય છે. આ રેલવે કોરીડોર પર હેરંજ ખાંધલી વચ્ચે આવેલું ગરનાળું ઉંડું હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેથી ટુ-વ્હીલર વાહન ચાલકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ત્યારે આ ગળનાળાની બંને બાજુ ફૂટપાથ બનાવી આપવા માંગણી સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વસો તાલુકામાં રેલવે કોરીડોર પસાર થાય છે. આ રેલ્વે કોરીડોર નીચેથી પસાર થતા રોડ પર અવર જવર માટે ગરનાળા બનાવવામાં આવેલા છે. ત્યારે હેરાન ખાધરી વચ્ચે હેરંજ ખાંધલી રોડ ઉપર રેલવે કોરિડોર નીચે ૧૦૫ એન અંડર બ્રિજ ગરનાળું બનાવવામાં આવ્યું છે. આ ગરનાળું ઘણું ઊંડું હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જવાની સંભાવના રહેલી છે. જેથી ખાધલી હાઈસ્કૂલમાં જતા ૮૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતોને અવરજવર કરવામાં ઘણી જ મુશ્કેલી પડે છે. ત્યારે આ ગરનાળાની બંને બાજુ ઊંચી ફૂટપાથ બનાવવા સ્થાનિક લોકોએ તેમજ ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય સમક્ષ રજુઆત કરી હતી.

ઉપરાંત તાલુકા પંચાયતના સભ્ય અશ્વિનભાઈ પરમારે પ્રોજેક્ટ મેનેજર રેલ્વે અમદાવાદને પણ રજૂઆત કરી હતી. જેને ઘણો સમય થયો છતાં આ ગળનાળાના પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજે સોમવારે સ્થાનિક રહીશોએ રેલ્વે કોરી ડોર ઉપર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

જેથી રેલ્વેના અધિકારીઓએ દોડી આવી ચોમાસા પહેલાં ગરનાળાની બંને બાજુ ફૂટપાથ બનાવી આપવાની હૈયા ધારણ આપી હતી. ત્યારે રેલ્વે કોરિડોરના સત્તાધીશો દ્વારા વહેલી તકે હેરજ ખાંધલી રોડ પર આવેલા ગરનાળામાં ફૂટપાથ બનાવી આપવા લાગણી વ્યાપી છે.


Google NewsGoogle News