નડિયાદ રેલવે સ્ટેશનના કર્મચારીના બીયર ટીન સાથેના ફોટા વાયરલ
- ચાલુ ફરજ દરિયમાનના આ ફોટા હોવાનો દાવો
- સરકારી કર્મચારીના આવા વર્તનને સોશિયલ મીડિયામાં નિંદા, રેલવે તંત્રએ તપાસ હાથ ધરી
નડિયાદ રેલવે સ્ટેશનમાં ડી.સી.એમ.આઇ. (ડિવિઝન કોમશયલ ઇન્સ્પેક્ટર) તરીકે દિનેશભાઈ.એ.ભોઈ ફરજ બજાવી રહ્યા છે. તેઓ બુકિંગ ઓફિસ, ઇન્કવાયરી ઓફિસ, ટિકિટ રિઝર્વેશન અને ઉત્તરસંડા ગેરતપૂર નું મેનેજમેન્ટ કરે છે. આ સંદર્ભે કોમશયલ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ નો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા સંપર્ક થઈ શક્યો ન હતો. રેલવે કર્મચારીના આ પ્રકારના સોશિયલ મીડિયામાં ફોટા ફરતા થતા રેલવેતંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લઇને તપાસ હાથ ધરાઇ છે. આ અંગે પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના પીઆરઓ પ્રદિપ શર્માના જણાવ્યા મુજબ રેલ કર્મચારીના આ પ્રકારના ફોટા સામે આવવા ગંભીર બાબત છે. ચાલુ ફરજ દરમિયાન આ પ્રમાણે ઓફિસમાં બીયર ટીન રાખી ન શકાય, આ બાબતે જરૂરી તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.