Get The App

નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા તરફ રોડ પર જ પાર્કિંગ

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા તરફ રોડ પર જ પાર્કિંગ 1 - image


- લારી અને દુકાનોના દબાણોથી રાહદારીઓ પણ પરેશાન

- સરકારી ગાડીઓ સહિત અન્ય વાહનો આડેધડ પાર્કિંગ થતા રોડ સાંકડો થતા લોકોને હાલાકી

નડિયાદ : નડિયાદમાં ટ્રાફિકની સમસ્યા અત્યંત ગંભીર બની છે. ત્યારે નડિયાદમાં ત્રણ-ચાર દિવસ ટ્રાફિક મામલે ગંભીરતા દાખવ્યા બાદ હવે પુનઃ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા અને ત્યાંથી આગળ સંતરામ તરફ જતા રોડ પર આડેધર પાકગના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે.

નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા તરફ જતા રસ્તા પર નડિયાદ ટાઉન મથકથી આગળ જૂની કલેક્ટર કચેરી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાથી આગળ સરદાર પ્રતિમા સુધીનો રોડ આખો દિવસ વાહનોના ભારણથી ધમધમે છે. આ તમામ સંસ્થા અને કચેરીઓની બહાર જ પાકગનો અભાવ હોવાથી સરકારી ગાડીઓ સહિત ખાનગી વાહન ચાલકો આડેધર પાકગ કરતા હોય છે. ફૂટપાથની નીચે ફોરવ્હીલરો રોડ પર જ પાર્ક કરાય છે. જેના કારણે રોડ અત્યંત સાંકડો થઈ જાય છે. આવા સમયે બસ અને અન્ય મોટા વાહનો પસાર થતા હોય, ત્યારે ભારે ટ્રાફિકજામ સર્જાય છે. અહીં અકસ્માત સર્જાવા ઉપરાંત લોકોને બોલાચાલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સરકારી અમલદારોની ગાડીઓ પણ અહીંયા ગેરકાયદે રીતે પાર્ક કરાય છે. આટલુ ઓછું હોય તેમ ફૂટપાથ ઉપર લારી-ગલ્લાના દબાણો પણ ખડકાયેલા છે. દુકાનોની આગળ બહાર પણ માલસામાન મુકાયેલો હોય છે. વાહનચાલકો માટે આ રોડ પરથી પસાર થવામાં ભારે અગવડતા ઉભી થઈ રહી છે. 

ત્યારે નડિયાદ ટાઉન પોલીસે દબાણો અને ટ્રાફિકની સમસ્યા અંગે થોડો સમય ગંભીરતા દાખવી અને કાર્યવાહી કરી, પરંતુ તેમની આ કામગીરી પણ નડિયાદની ટ્રાફિક સમસ્યા સામે નબળી પુરવાર થઈ અને હાલ જાહેર માર્ગ પર પુનઃ ટ્રાફિક અને આડેધર પાકગની સમસ્યા વકરી છે. ત્યારે આ મામલે યોગ્ય પગલાં લેવાય તેવી લોકમાંગ પ્રબળ બની છે.


Google NewsGoogle News