અયોધ્યા જતા 500 કિલોના નગારાનું ડાકોર, ઠાસરા અને સેવાલિયામાં પૂજન કરાયું

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
અયોધ્યા જતા 500 કિલોના નગારાનું ડાકોર, ઠાસરા અને સેવાલિયામાં પૂજન કરાયું 1 - image


- ગુજરાતના ડબગર સમાજ દ્વારા અમદાવાદમાં બનાવ્યું છે

- ડાકોર મંદિર સહિત વિસ્તારમાં શોભાયાત્રા નીકળી : સોના- ચાંદીના વરખ ચઢાવેલું નગારું રામમંદિરની આરતીને શોભાવશે

ડાકોર, સેવાલિયા : અયોધ્યા રામમંદિરમાં આરતી માટે ઉપયોગી નગારૂ ગુજરાતના ડબગર સમાજ દ્વારા ઉઘરાવી અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદથી અયોધ્યા જવાના માર્ગ પર નગારાનું ગામે ગામ સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું. ગત રાત્રે ૮ વાગ્યાના અરસામાં ડાકોર અને સેવાલિયા નગારાનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું.અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિા સાથે તારીખ ૨૨/૧/૨૦૨૪ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. રામ મંદિરમાં ગુજરાતના ડબગર સમાજના આગેવાનોએ ઢોલક મોકલી આપવાનું આયોજન કર્યું હતું અને આશરે ૬થી૭ લાખના ખર્ચે ૫૦૦ કિલોનું ઢોલક અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. જે ઢોલકમાં સોના ચાંદીના વરખ વાપરવામાં આવ્યા હતા. જે અમદાવાદમાંથી નીકળી અને કઠલાલ, ડાકોર થઈ ગોધરા અને ત્યાંથી અયોધ્યા તરફ લઇજવામાં આવ્યું હતું. ત્યારે ડાકોરમાં સંત વિજયદશજી, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો, ડબગર સમાજના રહીશો દ્વારા આ રામ નગારાનું સ્વાગત કરી તીલક- પૂજન કરી ડાકોરના મંદિર અને અન્ય વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગલતેશ્વર તાલુકામાંથી અંગાડીથી ગોધરા તરફ જતી વેળાએ સેવાલિયામાં સિદ્ધ હનુમાનજી મંદિરે આરતી ઉતારી નગરયાત્રા ફેરવી યાત્રાને આગળ પ્રસ્થાન કરાવી હતી. 


Google NewsGoogle News