ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા પરમીટના બહાને આણંદના એજન્ટે રૂા. 30 લાખ પડાવ્યા
- એજન્ટે ઓસ્ટ્રેલિયા સરકારનો બોગસ લેટર આપતાં ભાંડો ફૂટયો
- બે મહિનામાં વિઝા આપવાની વાત કરી વર્ષ સુધી આપ્યા નહી પૈસા પાછા માગતા મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો
નડીયાદ ખાતે રહેતા અને રેડીમેઇડ કાપડની દુકાન ધરાવતા વ્યવસાય કરતા લતીફભાઇ મોટાના (ઉ.વ.૪૫)એ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આણંદમાં રહેતા અને વૈભવ કોમર્શિયલ કોપલેક્ષમાં કેન્ડીડ વિઝા કન્સ્ટલ્સટન્સીના નામે વિઝા કન્સ્ટલ્સટન્સીનો વ્યવસયાય કરતા કૃણાલભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ તેમના ભાણીયાને ઓસ્ટ્રેલિયા જવાની ઇચ્છા હોવાથી તેમના પરિચીત મારફતે ઉપરોક્ત એજન્ટનો સંપર્ક કર્યો હતો. એટલું જનહી ફરિયાદીના મિત્રના પુત્રને પણ ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી બન્ને મિત્રોએ ૨૦૨૩માં એજન્ટને વાત કરી હતી.
એજન્ટે રૂા. ૧૫ થી૨૦ લાખ ફીની વાત કરી હતી અને રૂપિયા આપી દીધા બાદબે મહિનામાં વિઝા આપવાની વાત કરી હતી. તેમ કહીને ટુકડે ટુકટે બન્ને યુવકના પરિવારનો પાસે રૂા. ૩૦,૧૦,૦૮૨ મેળવી લીધા હતા અને વિઝાની માંગણી કરતાં આરોપીએ વિઝા આવી ગયા કહીને ઓસ્ટ્રેલિયા સરકારનો લેટર આપ્યો હતો.જો કે ફરિયાદી તેમના પરિચીત દ્વારા ખરાઇ કરતાં લેટર બોગસ હોવાની ખબર પડી હતી, ફરિયાદીને છેતરાયા હોવાની જાણ થતાં તેઓએ રૂપિયા પરત માગ્યા હતા. જેથી આરોપીએ બન્ને યુવકના પરિવારજનોને સાત સાત લાખના ચેકો આપીને હમણાં જમા ના કરતા કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.