પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30 જેટલા લાભાર્થીઓને નોટિસ
- પ્રથમ હપ્તો ખાતામાં જમા કર્યો છતાંય કામ શરૂ ન કરતા કાર્યવાહી
- 70 ગામોમાં બીજો હપ્તો પણ જમા થઇ ગયો આણંદ તાલુકામાં 102 લાભાર્થીઓએ લાભ લીધો
પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ ૨૦૧૬ માં ચાલુ કરવામાં આવ્યા હતા.આણંદ તાલુકામા ખૂબ મોટી સંખ્યા માં આવાસ યોજના નોલાભ આણંદ તાલુકા માં આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત વર્ષ ૨૨/૨૩ માં આણંદ તાલુકામાં ૧૦૨ લાભાર્થીઓને અલગઅલગ ગામોમાં લાભ આપવામાં આવ્યો છે.
જેમાં ૭૨ આવાસ યોજનાના કામો પ્રગતિમાં છે જ્યારે ૩૦ ગામોમાં લાભાર્થીઓના કામ ચાલુ કર્યા નહતા. વારંવાર સૂચનાઓ તલાટી મારફતે આપતા હોવા છતાં તે લાભાર્થીઓ કામ ચાલુ કરતા નહતા. જેને કારણે આણંદ તાલુકા વિકાસ અધિકારીની સૂચનાથી વિસ્તરણ અધિકારીએ દ્વારા ૩૦ લાભાર્થીઆ ને નોટિસ આપી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ એક લાખ વીસ હજાર ત્રણ હપ્તામાં ચુકવણું કરવામાં આવે છે. જે રકમ ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જમા થાય છે. હાલ આણંદ તાલુકાના ૧૦૨ લાભાર્થીને સરકારની યોજનાનો લાભ મળે છે. જેનો પ્રથમ હપ્તો દરેક લાભાર્થીઓને મળી ગયો છે. જેમાં કેટલાક લાભાર્થીઓ હપ્તાની રકમનો ઉપયોગ કર્યો ના હોવાથી તાલુકા વિકાસ અધિકારીએ કામ ચાલુ કરાવવા વિસ્તરણ અધિકારીને રજૂઆત કરી હતી. આ બાબતે આણંદ તાલુકા વિસ્તરણ અધિકારી કનુભાઈએ જણાવ્યું હતું કે જે લાભાર્થીઓએ કામ શરૂ કર્યું નહતું તેમને નોટિસ આપ્યા પછી કામ ચાલુ કરી દીધું છે. અને બાકી ના ૭૨ ગામોમાં પ્રધાનમંત્રી આવાસનો બીજો હપ્તો આપી દીધો છે.અને કેટલાય લાભાર્થીઓ એ તો કામ પૂર્ણ કરી દીધું છે. હાલ ખંભોળજ ગામે ઓતરાબેન પઢીયારે પ્રધાનમંત્રી આવાસનું કામ પૂર્ણ કરી દીધું છે.