Get The App

ખેડાના નડિયાદ તાલુકામાં 1 અને મહેમદાવાદમાં અડધો ઈંચ વરસાદ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
ખેડાના નડિયાદ તાલુકામાં 1 અને મહેમદાવાદમાં અડધો ઈંચ વરસાદ 1 - image


- જિલ્લામાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું

- બુધવાર દિવસ દરમિયાન માતર, મહુધા તેમજ ડાકોરના વિસ્તારોમાં ઝરમર ઝાપટાં પડયા 

નડિયાદ : એક માસ અગાઉ રાજ્યમાં ભારે વરસાદ દરમિયાન ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, ત્યારે મહિના બાદ પુનઃ મેઘ મહેર થઈ છે. નડિયાદમાં એક અને મહેમદાવાદમાં અડધો ઈંચ વરસાદ પડયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી વાતાવરણ સર્જાવા સાથે ઝાપટાં પડયા છે.

ખેડા જિલ્લામાં બુધવારે નડિયાદ તાલુકામાં સરેરાશ ૧ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મહેમદાવાદ તાલુકાની વાત કરીએ તો સરેરાશ અડધો ઈંચ મોડી સાંજના સુમારે વરસાદ પડયો છે. માતરમાં પણ સામાન્ય ઝરમર વરસાદ થયો છે. આ તરફ અન્ય તાલુકાઓમાં દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વાદળોએ ઘેરાવો કર્યો હતો પરંતુ, મેઘરાજાએ હાથતાળી આપી હતી. મહુધા અને ડાકોરના વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો હતો. જિલ્લાના અત્યાર સુધીના કુલ સરેરાશ વરસાદના આંકડા જોતા કપડવંજમાં ૧૨૦૧ મિ.મી, કઠલાલમાં ૧૦૨૭, મહેમદાવાદમાં ૧૦૫૮, ખેડામાં ૧૦૦૬, માતરમાં ૧૧૨૩, નડિયાદમાં ૧૮૭૯, મહુધામાં ૧૧૯૨, ઠાસરામાં ૬૩૦, ગળતેશ્વરમાં ૯૦૯ અને વસોમાં ૧૦૭૧ મિ.મી. વરસાદ નોંધાયો છે. તો જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૧૧૦૯ મિ.મી. નોંધાયો છે.


Google NewsGoogle News