નડિયાદ કોર્ટે પિસ્ટલ અને કારતૂસ સાથે પકડાયેલા આરોપીને સજા ફટકારી
- સેશન્સ કોર્ટે ચાર વર્ષ અગાઉના કેસમાં ચૂકાદો સંભળાવ્યો બે શખ્સને શંકાનો લાભ આપી નિર્દોષ છોડાયા
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગત તા.૨૭-૦૪-૨૦૧૮ના રોજ નડિયાદ શહેરના વિદ્યુતનગર જવાના ઢાળ પાસેથી મૂકેશભાઇસોની,કિશન સનમૂગલ સોની એક મોટર સાયકલ જતા હતા. તે સમયે મૂકેશભાઇ સોનીએ તેના કમરના ભાગે એક દેશી બનાવટની પિસ્ટલ અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપાઇ ગયા હતા. આ બનાવમાં સંજયભાઇ ઉર્ફે સંજુ નાગેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ સોનીએ દેશી બનાવટની પિસ્ટલ અને જીવતા કારતુસ મૂકેશભાઇને લાવી આપ્યા હતા. આ બનાવ અંગે જે તે સમયે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આજરોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારીવકીલે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. જ ેદલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી મૂકેશભાઇ ઉર્ફે બલ્લુ બલરામ કવંડર સોની(મદ્રાસી) ને આર્મસ એકટની કલમ ૨૫(૧)(એ)(બી) ના ગુનામાં દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૫, ૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. જ્યારે કિશન સનમૂગમ કવંડર સોની અને સંજયભાઇ ઉર્ફે સંજુ નાગેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ સોનીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.