Get The App

મહિસાની પરિણીતાના આપઘાત કેસમાં સાસુ, સસરા જેલ હવાલે

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
મહિસાની પરિણીતાના આપઘાત કેસમાં સાસુ, સસરા જેલ હવાલે 1 - image


- મહુધા પોલીસે 3 વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો

- પુત્રવધૂને સાસુ અને સસરા ઘરકામ જેવી નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ ગુજારતા હતા

નડિયાદ : મહુધા તાલુકાના મહિસાની પરિણીતાએ સાસુ, સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે સાસુ, સસરા અને નણંદ સામે ગુનો દાખલ કરાયો હતો. જેમાં પોલીસે સાસુ અને સસરાને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી આપ્યા છે. 

માતર તાલુકાના સંધાણામાં રહેતા મહેશભાઈ પૂનમભાઈ ઝાલાની દીકરી શિલ્પાબેન (ઉં.વ.૨૨)ના લગ્ન વર્ષ ૨૦૧૮માં મહુધા તાલુકાના મહિસામાં રહેતા હિતેશભાઈ રાવજીભાઈ સોઢા પરમાર સાથે થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન એક દીકરીનો જન્મ થયો હતો. છતાં પરિણીતાને તેના સસરા રાવજીભાઈ તેમજ સાસુ જયાબેન ઘર કામ જેવી નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ ગુજરાતા હતા. જ્યારે તેની નણંદ કાજલબેન પિયરમાં આવે ત્યારે ચડવણી કરી હેરાનગતિ કરતી હતી. આ ત્રાસથી કંટાળી તા.૨૦ સપ્ટેમ્બરના રોજ શિલ્પાબેને પોતાના ઘરના પાછળના ખંડમાં લોખંડની પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરીથી ગળે ફાંસો ખાધો હતો. આ બનાવ અંગે મહેશભાઈ પુનમભાઈ ઝાલાની ફરિયાદના આધારે મહુધા પોલીસે સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહુધા પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં પરિણીતાના સસરા રાવજીભાઈ બાબરભાઈ સોઢા પરમાર તેમજ સાસુ જયાબેન રાવજીભાઇ સોઢા પરમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી આપેલ છે.


Google NewsGoogle News