Get The App

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 1 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા

Updated: Nov 8th, 2022

GS TEAM


Google News
Google News
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 1 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા 1 - image


- બીજી નાની મોટી 145 ધજાઓ ચઢાવવા માં આવી હતી

- 3 દિવસમાં આશરે 3 લાખથી વધુ ભક્તો ડાકોરમાં દર્શને આવ્યા

ડાકોર : આજે ચન્દ્રગ્રહણ હોવાથી સવારે મંગળા આરતી ૩ વાગ્યાના અરસામાં ઉતારવામાં આવી હતી. ત્યારે કડકડતી ઠંડીમાં પણ  લાંબી કતારો જામી હતી.ગઈકાલે ડાકોરના એક પણ ગેસ્ટહાઉસ કે એકપણ ધર્મશાળાની રૂમો ખાલી નહતી.    કેટલાય શ્રધ્ધાળુ ભક્તો મંગળા આરતી કરવા ડાકોરની ગલીયોના ઓટલા પર સુઈને મંગળા આરતી કરી હતી. મંદિર પ્રશાસનના મેનેજરના જણાવ્યા પ્રમાણે આ ત્રણ દિવસમાં ભક્તિનો મહાસાગર છલકાયો હતો અને મંદિરમાં ૫૨ ગજની ૬૫ધજાઓ ચઢાવવા આવી હતી. 

આજે ઠાકોરજી ને ખુબજ કિંમતી આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા અને હીરા -પન્નાનો મોરમુગટ જે  ઠાકોરજીને તિલક ઉત્સવ બાદ પહેરાવવામાં આવ્યો હતો.એ દર્શન કરવા દેશ - વિદેશમાંથી અને ગુજરાત ભરમાં થી મહારાષ્ટ એમ.પી રાજેસ્થાન થી પદયાત્રીઓ ઉમટી પડયા હતા અને ઠાકોરજીના દર્શન કરી ધન્ય બન્યા હતા.

Tags :