મોપેડ સવાર પિતા અને બંને પુત્રીઓ ફંગોળાઇઃપિતાનું મોત
- જુનાવડીયા ગામે અજાણ્યા વાહનની અડફેટે
- બંને પુત્રીઓને ઇજા થતાં દવાખાને સારવાર માટે ખસેડાઇ
ગત તા.૧૬ ના રોજ ઝાલોદના સીમલીયા ગામે તળ ફળિયામાં રહેતાં મંગુભાઈ બાબુભાઈ ડાંગી તથા તેમની બે પુત્રી શિવાનીબેન તથા પ્રિતીબેનને લઈમોપેડ ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ લીમખેડાના જુનાવડીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં.
તે સમયે અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે હંકારી લાવી મંગુભાઈની મોપેડ ટુ વ્હીલર ગાડીને અડફેટમાં લેતાં પિતા અને બંને પુત્રીઓ મોપેડ ટુ વ્હીલર ગાડી પરથી ફંગોળાઈ જમીન પર ફંગોળાતાં મંગુભાઈના શરીરે અજાણ્યા વાહનના ચાલકે ગાડીનું ટાયર ચઢાવી દેતાં મંગુભાઈને શરીરે જીવલેણ ઈજા પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.
તેમની બંને પુત્રીઓને શરીરે ઈજા પહોંચી હતી.ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતી હતી. પોલીસ તાત્કાલિક ૧૦૮ સેવાને લઈ ઘટના સ્થળે દોડી ગઈ હતી.મૃતક મંગુભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કર્યા હતાં જ્યારે બંને ઈજાગ્રસ્ત પુત્રીઓને સારવાર માટે લઈ ગયા હતાં. આ ઘટનાની જાણ મૃતક મંગુભાઈના પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
આ સંબંધે સુમીત્રાબેન મંગુભાઈ ડાંગીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.