મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને એક માસની કેદ
- લુણાવાડા ટ્રાયલ કોર્ટે એક હજારનો દંડ ફટકાર્યો
- લુણાવાડા ભાજપના કોર્પોરેટરને જ પોલીસ સ્ટેશનમાં જઈ ધમકીઓ આપી માર માર્યો હતો
લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર જીજ્ઞોશકુમાર મોતીલાલ પંડયા તેમના મિત્રને જીગર ભરતભાઈ પંડયા વિરુદ્ધ ફરિયાદ આપવાની હોવાથી લુણાવાડા પોલીસ મથકે સાથે ગયા હતા. તે દરમ્યાન પોલીસ સ્ટેશનમાં પોલીસ અને અન્ય મિત્રોની હાજરીમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયા આવી ચઢ્યા હતા અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. બાદમાં પોલીસ મથકે જ કોર્પોરેટર જીજ્ઞોશ પંડયા સાથે મારામારી કરતા જીગર પંડયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ લુણાવાડા ટ્રાયલ કોર્ટમાં ચાલતા પંચો અને સાક્ષીઓને તપાસતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી હાલ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને કોર્ટે ૧ મહિનાની સજા તેમજ ૧ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો ૧૦ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે જિલ્લા પ્રમુખના ખાસ કહેવાતા જીગર પંડયાનું બીજેપી રાજીનામુ લે છે કે કેમ એ જોવાનું રહ્યું.