Get The App

ટ્રકમાં કમ્પોઝ વેસ્ટની થેલીઓ પાછળ છુપાવેલો 26.82 લાખનો દારૃ ઝડપાયો

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ટ્રકમાં કમ્પોઝ વેસ્ટની થેલીઓ પાછળ છુપાવેલો 26.82 લાખનો દારૃ ઝડપાયો 1 - image


- વાસદ-બગોદરા હાઈવે પર તારાપુર પાસે

- વાપીથી રાજકોટ તરફ વિદેશી દારૃની હેરાફેરી કરાતી હોવાની ચાલકની કબૂલાત : બે શખ્સો વિરૃદ્ધ ગુનો

આણંદ, તારાપુર : વાસદ-બગોદરા હાઈવે પર તારાપુર નજીક મોટી કેનાલ પાસેથી વિદેશી દારૃ ભરેલી ૫૩૦ પેટીઓની વાપીથી રાજકોટ તરફ હેરાફેરી કરતો ટ્રક કન્ટેનરનો ચાલક ઝડપાયો હતો. આણંદ એલસીબીએ રૃ.૨૬.૮૨ લાખના વિદેશી દારૃ અને ટ્રક મળી કુલ રૃ.૪૧.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. વાપીથી દારૃ ભરી આપનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે. 

મોટા પ્રમાણમાં વિદેશી દારૃ ભરેલું ટ્રક કન્ટેનર વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે પરથી સૌરાષ્ટ્ર તરફ જનાર હોવાની બાતમી આણંદ એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ તારાપુર નજીક મોટી કેનાલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બપોરે બાતમી મુજબનું ટ્રક કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી ચાલકની પુછપરછ કરતા તે દીપક રાજકુમાર સોની (રહે. હરિયાણા) હોવાનું અને ટ્રકમાં કમ્પોઝ વેસ્ટની થેલીઓ ભરી હોવાનું જણાવ્યું હતું. 

એલસીબીએ તપાસ કરતા થેલીઓની પાછળથી વિદેશી દારૃ ભરેલી કુલ ૫૩૦ પેટીઓ મળી આવી હતી. જેથી ચાલકની વધુ પુછપરછ કરતા ૧૦ દિવસ પહેલા શિરસા ગામના ટ્રક ડ્રાઈવર લડડુંએ તેને ફોન કરીને, હું ગુજરાતમાં વિદેશી દારૃની હેરાફેરી કરું છું, જેમાં સારા એવા પૈસા મળે છે તેમ જણાવી ઓફર કરી હતી. બાદમાં લડડુંએ તા.૨૦ના રોજ ફોન કરીને ટ્રેન મારફતે ચાલકને વાપી બોલાવ્યો હતો. જેથી તે તા.૨૩ના રોજ વાપી પહોંચતા લડડુંએ વિદેશી દારૃ ભરેલું કન્ટેનર આપીને રાજકોટથી ૪૦ કિલોમીટર દૂર જુનાગઢવાળા રોડ ઉપર જવાનું કહ્યું હોવાની કબૂલાત કરી હતી. જેથી એલસીબીએ રૃ.૨૬,૮૨,૪૮૦ની કિંમતનો વિદેશી દારુ અને ટ્રક મળી કુલ રૃ.૪૧,૮૭,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.



Google NewsGoogle News