રૈયોલી ગામના મકાનમાંથી 1.30 લાખનો દારૂ ઝડપાયો
- દારૂની 1,139 બોટલો પકડાઈ
- બાલાસિનોર ગ્રામ્ય પોલીસની રેડમાં બુટલેગર નાસી જતા કામગીરી સામે સવાલો
બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના રહેણાંક મકાનમાંથી રૂા. ૧.૩૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બાલાસિનોર તાલુકા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
બાલાસિનોર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે રૈયોલી ખાતે રણજિત ઉર્ફે ભાણાના ઘરે વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું હતું. જ્યાં પોલીસે રેડ કરતા ઘરના સભ્યો ઘર ખુલ્લું મૂકીને નાસી ગયા હતા. દારૂ વેચાણ કરનાર મુખ્ય સૂત્રધાર રણજિત ઉર્ફે ભાણો ઘરની પાછળના ભાગે દરવાજાના અંધારાનો લાભ લઇ ખેતરમાં ભાગી ગયો હતો. પોલીસે મકાનની તપાસ કરતા વિદેશી દારૂ, બિયરના ટીન તથા દારૂની બોટલો ૧૧૩૯ જેની કિંમત ૧,૩૦,૮૩૩નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે નાસી છૂટેલા બુટલેગર રણજિત ઉર્ફે ભાણાને વોન્ટેડ જાહેર કરી ગુન્હો નોંધ્યો હતો.