Get The App

મહેમદાવાદના ગોઠાજ ગામમાં પણ એલઇડી કૌભાંડ આચરાયું

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
મહેમદાવાદના ગોઠાજ ગામમાં પણ એલઇડી કૌભાંડ આચરાયું 1 - image


- એલઈડી પોલને બદલે હાઈમાસ્ટ નાખી કૌભાંડ કરાયુ હતું

- 5 લાખ ફાળવ્યા બાદ માત્ર અંદાજીત 1 લાખની એલઈડી નાંખવામાં આવી

નડિયાદ : ખેડા જિલ્લા પંચાયત હેઠળ થયેલા ૧૫માં નાણાપંચના કામોમાં ભ્રષ્ટાચારમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ૧૪ ગામોમાં ફાળવાયેલા ૭૦ લાખ રૂપિયમાં અલગ-અલગ મોડેસઓપરેન્ડરથી ગેરરીતિ આચરવામા આવ્યું ં છે. પાલી-રામપુરા અને દેવાવાંટામાં એલઈડી પોલને બદલે હાઈમાસ્ટ નાખી કૌભાંડ કરાયુ હતું, ત્યારે હવે મહેમદાવાદના ગોઠાજ ગામમાં ૫ લાખની ગ્રાંટમાંથી અંદાજીત ૧ લાખની આસપાસની કિંમતની ૧૧૯ જેટલી એલઈડી લાઈટો ફાળવી દઈ બાકીના નાણાં ચાઉં કરી દેવાયા આવ્યા છે.

૫ લાખ રૂપિયાની ગ્રાંટ મહેમદાવાદના ગોઠાજ ગામના ફાળે આવી હતી.  જે  પૈકી આ ગામમાં એજન્સી દ્વારા ૧૧૯ જેટલી એલઈડી લાઈટો ફાળવવામાં આવી છે, ૩૪ વોટની આ એક એલઈડી લાઈટની બજાર કિંમત ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા છે. 

ત્યારે ૧૧૯ એલઈડી લાઈટની કિંમત અંદાજીત ૧ લાખની આસપાસ થાય છે. તેમાંય આ લાઈટો જથ્થાબંધ ભાવે લેવાની હોય તો તે ૫૦૦ રૂપિયાની આસપાસ બજારમાં ઉપલ્બ્ધ હોવાનું વેપારીઓ સાથેની વાતચીતમાં જણાયુ છે. 

ત્યારે એજન્સી દ્વારા માત્ર ૧૧૯ આવી લાઈટો ગોઠાજ ગામમાં આપવામાં આવી છે. આ લાઈટો સાથે કોઈ પોલ નાખવામાં આવ્યા નથી. 

તેના બદલે ગામમાં વીજ વિભાગના જે પોલ છે, તેના ઉપર આ એલઈડી ફીટ કરાઈ છે. જ્યારે ગામમાં જે જાહેર સ્થળો છે, તેની મકાનો પર આ એલઈડી સીધી જ લગાવી દેવાઈ છે.

 એટલે એલઈડી ખરીદવા સિવાય કોઈ વધારાનો ખર્ચ કરાયો નથી. એટલે ૫ લાખની ગ્રાંટમાંથી માત્ર ૧ લાખની આસપાસનું કામ કરી બાકીના નાણાંથી એજન્સી અને મળતીયા અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. તેમજ અમલીકરણ અધિકારી દ્વારા સ્થળ પર કોઈ જ પ્રકારનું નિરીક્ષણ કરાયુ નથી અને ગેરરીતિ આચરવા માટે જ કામની ગુણવત્તા અને કામમાં થયેલા ખર્ચનો અંદાજ તેમજ એસ્ટીમેન્ટ કાઢયા વગર ચુકવણુ કરી દેવાયુ છે.

 ત્યારે આ સમગ્ર મામલે વિકાસ કમિશ્નર દ્વારા ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય તેવી માગ પ્રબળ બની છે.


Google NewsGoogle News