ખેડા જિલ્લામાં 19.91 લાખ મતદારો નોંધાયા, ત્રીજી જાતિના 101 મતદારો
- 85 વર્ષ કરતા વધુ વય ધરાવતા 12,289 વૃદ્ધ મતદાર
- આચાર સંહિતા અમલી બની, 7 મેના દિવસે ખેડા લોકસભા બેઠક પર મતદાન યોજવામાં થશે
ત્યારબાદ ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, ૨૦ તારીખે ઉમેદવારોના પત્રની ચકાસણી અને ત્યારબાદ ૨૨ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. આ બાદ ૭ મેના દિવસે ખેડા લોકસભા બેઠક પર મતદાન થશે. ૪ જૂને મતગણતરી અને ૬ જૂને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
આ સાથે જ ખેડા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પૈકી નડિયાદ, માતર, દસક્રોઈ, ધોળકા, કપડવંજ, મહુધા, મહેમદાવાદમાં કુલ મળી ૧૯,૯૧,૯૬૮ મતદારો નોંધાયા છે. જેમાં ૧૦.૧૮ લાખ ઉપરાંત પુરુષ મતદારો અને ૯.૭૩ લાખ ઉપરાંત મહિલા મતદારો નોંધાયા છે. તો આ સાથે જ ૧૦૧ ટ્રાન્સઝેન્ડર મતદાર નોંધાયા છે. તો આ પૈકી ૮૫ વર્ષ કરતા વધુ વય ધરાવતા ૧૨,૨૮૯ વૃદ્ધ મતદારો અને ૨૧,૦૮૭ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. તેમજ ૧૯૫૦ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, જેમાં મતદારો પોતાના વોટર સ્લીપ, ચૂંટણીકાર્ડને લગતી માહિતી મેળવી શકશે.