નડિયાદ સહિત ખેડા જિલ્લો આજે 'રામમય' બનશે, સંતરામ અને રામજી મંદિરોમાં 'રામોત્સવ'
- સંતરામ મંદિરમાં 511 ફૂટની 3-ડી રંગોળી આકર્ષણ જમાવશે
- નડિયાદના બાવીસ કારસેવકો સહિત પરિવારજનોનું બહુમાન કરાશે : અખંડ રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે : દરેક ઘરે તોરણિયા બાંધી ઓફિસો-દુકાને 5 દીવડા પ્રગટાવાશે
નડિયાદ : અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણપ્રતિા મહોત્સવની ઉજવણી તા. ૨૨મીને સોમવારે થવાની છે ત્યારે ખેડા જિલ્લો પણ રામજીની ઉજવણીના રંગે રંગાશે. ત્યારે નડિયાદ સ્થિત ૫૨ વર્ષ જૂના રામજી મંદિરમાં 'રામ ઉત્સવ'ને લઈને આખો દિવસ વિવિધ ધામક કાર્યક્રમો યોજાનાર છે. તેમજ આ દિવસે નડિયાદના ૨૨ કારસેવકો તેમજ જે હયાત ન નથી તેમના પરિવારજનોનું ખાસ બહુમાન કરવામાં આવનાર છે.
સોમવારે શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ બીરાજમાન થવાના છે. ત્યારે આ પાવન અવસરે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં સંતરામ સર્કલ ખાતે આવેલા અતિપ્રાચીન મંદિર એવા રામજી મંદિરમાં આ દિવસ દરમિયાન વિવિધ ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૭ કલાકથી અખંડ રામ ધૂન, બપોરે ૧૨ કલાકે કારસેવકોનું ખાસ બહુમાન જો હયાત ન હોય તો તેમના પરિવારજનોનું સન્માન કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના સહમંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અનેક લોકો હાજર રહેશે.
વર્ષ ૧૯૮૯-૯૦-૯૨ના નડિયાદના બાવીસ કાર સેવકો સહિત હયાત ન? હોય તો તેમના પરિવારજનોનું ખાસ બહુમાન આ દિવસે કરાશે. આ બાદ ૧૨ઃ૨૦ કલાકે મહાઆરતીના દર્શન થનાર છે. સાંજે સંધ્યા કાળે રામજી મંદિર દીપમાળાથી સજી ઉઠશે.
રામજી મંદિરના મહારાજ મહાવિરદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આ દિવસે દિપાવલીના દિવસ જેવો ઉજવાશે. તેઓએ સૌ નગરજનોને અને વેપારીઓને અપીલ કરી છે કે, તમારા ઘર, દુકાન, ઓફિસના દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવો, આંગણમાં રંગોળી પુરો તેમજ દુકાન, ઓફિસ બંધ કરતા સમયે ૫ દીપ પ્રગટાવી આ ઉત્સવમાં સહભાગી થાવ.
આ પ્રસંગેની માહીતી આપવા રામસેવકો કેતનકુમાર પટેલ, ડો. કિરણ મરાઠે, ગોવિંદ પટેલ સહિત રામ ભક્તો ખાસ હાજર રહ્યા હતા.
આ સાથે જ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ ચોગાનની અંદર ૫૧૧ ફુટની વિશાળ ૩-ડી રંગોળી રચવામાં આવી છે. જેમાં અંદાજીત પાંચ મણથી વધુ કલરનો ઉપયોગ કરાયો છે.
આ ઉપરાંત ૨૦ જુદાજુદા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રાણપ્રતિા મહોત્સવને આવકારવામાં આવ્યો છે. મંદિરના સ્વયંમસેવક સહિત કાર્યકરો અને પ્રાતસ્મારણિય રામદસજી મહારાજની પ્રેરણાથી આ રંગોળી રચાઈ છે.