Get The App

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રાતના સમયે ટ્રેક્ટરો મારફતે બેફામ રેતી ખનન

Updated: May 27th, 2024


Google NewsGoogle News
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રાતના સમયે ટ્રેક્ટરો મારફતે બેફામ રેતી ખનન 1 - image


- પાણીના સ્તર ઊંડા ઉતર્યા છતાં તંત્ર રેતી ખનન અટકાવવા માટે નિષ્ફળ નિવડયું

છોટાઉદેપુર  : છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન થઇ રહ્યુ છે.જે જગ્યા ઉપર લીઝો ફાળવી નથી ત્યા ગેરકાયદે રાતના સમયે બેફામ ટ્રેક્ટરોમાં રેતી ભરી વહન થઇ રહી છે.જ્યારે ઘણી જગ્યાએ હિટાચી મશીન જ ઉતારી રેતી ઉલેચી રહ્યા છે.

ગેરકાયદે થતું ખોદકામ અટકાવાવ તંત્ર નિષ્ફળ નિવડયુ છે. વોટર વર્ક્સની આસપાસ ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તા ઊંડા ઉતરી ગયા છે.જેના કારણે લોકોને પૂરતું પાણી મળતુ નથી.હાલ વેચાતું પાણી મંગાવવાનો વારો આવ્યો છે.

 છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં નગરપાલિકા સંચાલિત બે વોટર વર્કસ આવેલા છે. જે વોટર વર્ક્સ  છોટાઉદેપુર નગરની ૩૫,૦૦૦ ની વસ્તીને પાણી પૂરું પાડે છે.જેની ફરતે આજથી ૧૫ વર્ષ પહેલાં રેતીના થર જોવા મળતા હતા.જે હાલ બેફાન રેતી ખનનથી ગાયબ થતાં પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે. જેથી અગાઉના સમયમાં મે માસ સુધી નદીમાં પાણી રહેતું હતું.જે હવે માર્ચ માસમાં જ સમાપ્ત થઈ જતાં નગરની જનતાને પાણીની તકલીફ પડે છે.નગરપાલિકાએ હાફેશ્વરથી પાણી વેચાતું મંગાવવાનો વારો આવે છે. દર વર્ષે માત્ર ચોમાસાને છોડીને ૮ મહિના સુધી રેતી ખનન પ્રવૃત્તિ ચાલ્યા કરે છે.

રાતના સમયે નદીમાં ટ્રેક્ટરો દેખાય છે પરંતુ તંત્ર અટકાવવામાં નિષ્ફળ નિવડયુ છે.


Google NewsGoogle News