For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઠાસરા વિસ્તારમાં દંપતીના નામે કોઇ બીજુ મતદાન કરી જતું રહ્યું !

Updated: May 8th, 2024

ઠાસરા વિસ્તારમાં દંપતીના નામે કોઇ બીજુ મતદાન કરી જતું રહ્યું !

- દંપતી મતદાન કરવાથી વંચિત રહ્યું

- મતદાન કોણ કરી ગયું તે બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી

ઠાસરા : ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં મહાલક્ષ્મી કન્યાશાળા મતદાન બુથ ખાતે દંપતીના નામે કોઈ અન્ય શખ્સો બોગસ મતદાન કરી ગયા હોવાની લેખિત ફરિયાદ મતદારે ઠાસરા ચૂંટણી અધિકારીને કરી હતી. તેમજ બોગસ મતદાન કરાવનાર સામે પગલાં લેવા માંગ કરી છે.  

ઠાસરા નગરના મલેકવાળામાં રહેતા મલેક ગુલામ હુસેન અકબરમિયાં અને તેમના પત્ની સજેદાબાનું મલેકનો ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં અનુક્રમ નં. ૬૧૧ અને ૬૧૨ છે. દંપતીનું મતદાન બુથ ઠાસરા મહાલક્ષ્મી કન્યાશાળા હોવાથી તેઓ સવારે સાડા નવ વાગ્યે મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણીની સ્લીપ અને વોટર આઈડી આપતા, તમારો મત નખાઈ ગયો હોવાથી તમને મતદાન કરવાનો અધિકાર નથી તેમ પ્રિસાઈડિંગ ઓફિસર અમિતકુમાર એસ. પટેલ (રહે. લુણાવાડા)એ જણાવ્યું હતું. જેથી મલેક ગુલામ હુસેને જણાવ્યું હતું કે, તેમના પત્ની અભણ છે, તો તેની અંગુઠાની છાપની જગ્યાએ કોણે સહિ કરી. 

સીસીટીવી ફૂટેજ સહિતના દ્વારા તપાસ કરવામાં આવે તેમજ તેમનો મતાધિકાર છીનવાનો કોશીશ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત માંગ કરી હતી.

Gujarat