ડાકોર મંદિરમાં પડતર દિવસે અન્નકૂટ લૂંટાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા
- સવા સો મણ ભાત-બૂંદી, સખડી ભોગ ઠાકોરજીને ધરાવાયો
- દિવાળીના પર્વોમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ભક્તો ઉમટયા
ડાકોર : ડાકોર મંદિરમાં આજે અન્નકૂટ લૂંટયો હતો . જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. સવા સો મણ ભાત બુંદી સખડીભોગની સામગ્રી ફળફ્ટ સૂકો મેવો અને ઘી સાથે તુલસીપત્રનો હાર ચઢાવીને ઠાકોરજીની સન્મુખ પીરસવામાં આવ્યો હતો. ડાકોર મંદિરમાં વાર તહેવાર નક્ષત્રોને આધીન ઉજવાય છે. જેમાં ગઈકાલે દિવાળીનો ઉત્સવ ઉજવાયો હતો. સોમવારે પડતર દિવસના દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતા. જે અન્નકૂટની સામગ્રી બનાવવા માટે મંદિરમાં અગિયારસના દિવસથી માટી ઇંટોના ભઠા મંદિર પરિસર માં બનાવવામાં આવે છે.
રસોઈ બનાવનારા બ્રાહ્મણ પાસે આ સાવ સો મણની સામગ્રીનો પ્રસાદ બનાવવામાં આવે છે. સોમવારે બપોરે ૧૨ વાગ્યે ડાકોર બ્રાહ્મણો દ્વારા મંદિર ના કુવા પાસે આવી અને ઠંડા પાણી થી સ્નાન કરી દળદતા કપડે આ અન્નકૂટની સામગ્રી ઠાકોરજીના ઘુમ્મટમાં તેમની સન્મુખ પીરસાય હતી . અને તે પીરસવામાં આશરે ત્રણ કલાક લાગ્યા હતા. અને ત્યારબાદ ઠાકોજીને ચાંદીની થાળીમાં કપૂર ભરી આરતી ઉતારવામાં આવી હતી. અને જે ક્ષત્રિયભાઈઓને ડાકોર મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું . તે ક્ષત્રિય ભાઈઓ પણ ગોમતીજીમાં સ્નાન કરી દળદતા શરીરે આવી ને ઠાકોરજીને ઘરાવેલી સામગ્રી પરંપરા મુજબ લૂંટી લઈ ગયા હતા. આમ ડાકોરમાં આજે પડતર દિવસના દિવસે અન્નકૂટ લૂંટયો હતો.