mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નડિયાદમાં કૌટુંબિક ભાઈઓએ ભાઇને ચપ્પાના ઘા મારી દીધા

Updated: Jun 18th, 2024

નડિયાદમાં કૌટુંબિક ભાઈઓએ ભાઇને ચપ્પાના ઘા મારી દીધા 1 - image


- ધંધાકીય લેતી-દેતીમાં 

- યુવકને ગંભીર હાલતમાં કરમસદ હોસ્પિટલમાં ખસેડાયો

નડિયાદ : નડિયાદના બારકોસિયા રોડ પર એક યુવક પર તેના જ કૌટુંબિક ભાઈઓએ હુમલો કરી અને ચપ્પાના ઘા ઝીંકી દેતા ચકચાર મચી છે. આ અંગે હાલ નડિયાદ ટાઉન મથકે ફરીયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. તેમજ હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે કરમસદની એક હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી માહિતી મુજબ નડિયાદના બારકોસિયા રોડ પર સંસ્કાર વિદ્યાલય પાસે ફેઝ પાર્ક-૨માં રહેતો ૩૨ વષય ઈરફાન કમાલુદ્દીન બંજારા પોતાના ઘરની બહાર મોબાઈલ પર વાતચીત કરતો હતો. આ દરમિયાન તેના કૌટુંબિક ત્રણ ભાઈઓ અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને આ ઈરફાન પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં ઈરફાન પર ચપ્પાના ઘા વીંઝતા લગભગ ૨ જગ્યાએ ચપ્પાના ઘા વાગ્યા છે. 

આ બાદ ઈરફાન ઘાયલ થતા આસપાસના લોકોએ આવી તેને હોસ્પિટલ રીફર કર્યો છે અને હાલ કરમસદ હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી મળી છે. તો આ મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી અને ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. આ બિનામાં કૌટુંબિક ભાઈઓએ ધંધાકીય કોઈ માથાકૂટમાં હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.

Gujarat