કપડવંજમાં ગંદુ પાણી આવતા પાલિકા કચેરીએ મહિલાઓનો ભારે હંગામો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
કપડવંજમાં ગંદુ પાણી આવતા પાલિકા કચેરીએ મહિલાઓનો ભારે હંગામો 1 - image


- 100 થી વધુ મહિલાઓએ હોબાળો મચાવ્યો

- ગટર અને પીવાનું પાણી મિશ્રિત થઇ જતા રોગચાળો ફેલાવાનો ભય

કપડવંજ : કપડવંજના પાલિકા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટર મિશ્રીત પાણી આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી. ૧૦૦ જેટલી મહિલાઓએ રાત્રે પાલિકા કચેરીએ પહોંચીને સુત્રોચ્ચાર કરીને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગણી કરી હતી. શહેરમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ તેઓએ વ્યક્ત કરી હતી.

કપડવંજ પાલિકા દ્વારા રાત્રિના આઠ વાગ્યે વિતરણ કરવામાં આવતા પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈને આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. પરિણામે ગોપાલપુરાના રહિશો રોષે ભરાયાં હતાં. ત્યાંની ૧૦૦ જેટલી મહિલાઓ પાલિકા ખાતે પહોંચી હતી અને પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને પીવાનું શુદ્ધ પાણી આપવા માંગ કરી હતી.     આ બાબતે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલે જણાવ્યું હતું કે હાલમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતાં આ પ્રશ્ન સર્જાયો છે. ગોપાલપુરાની મહિલાઓની માંગણીને ધ્યાનમાં લઈને તાત્કાલિક પાઈપલાઈન ભંગાણની કામગીરી શરૂ કરાઇ છે.


Google NewsGoogle News