નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલનું હાર્ટ એટેકથી મોત
- પોલીસ કર્મીના મોતથી પોલીસ બેડામાં શોક
- ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા મહા ગુજરાત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું
નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને મંગળવારે સવારે પોતાના ઘરે અચાનક છાતીમાં દુખાવો થતા તુરંત જ મહાગુજરાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ બનાવના પગલે પોલીસ બેડામાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફ માં ચેતનભાઇ મૂળજીભાઈ કટારીયા (રહે.અલીણા, તાલુકો મહુધા)હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ બાલાજી પાર્ક સોસાયટી, મંજીપુરા રોડ, નડિયાદ ખાતે પરિવાર સાથે રહેતા હતા. આજે સવારે તેઓ ઘરે હતા. ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતાં તેમને તુરંત જ પરિવારજનોએ મહાગુજરાત હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન બપોરના ૧૨ વાગ્યાના સુમારે ચેતનભાઇ કટારીયા (ઉંમર વર્ષ ૪૧)ને તબીબે મૃત જાહેર કર્યા હતા.
ચેતનભાઇ કટારીયા પોલીસ ખાતામાં વર્ષ ૨૦૦૯ માં ભરતીમાં નિમણુક પામ્યા હતા. તેઓનું અચાનક હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પોલીસ બેડામાં શોક વ્યાપી જવા પામ્યો હતો.