નડિયાદના ડભાણ ભાગોળમાં મંદિર પાસે અસામાજિક તત્વોનો ત્રાસ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
નડિયાદના ડભાણ ભાગોળમાં મંદિર પાસે અસામાજિક તત્વોનો ત્રાસ 1 - image


- પાલિકામાં વારંવાર રજૂઆત છતાં પરિણામ નહીં

- શંખેશ્વર મહાદેવ મંદિર બહાર જાહેર શૌચાલય સહિતના દબાણો દૂર કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

નડિયાદ : નડિયાદ શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા શંખેશ્વર મહાદેવ મંદિરના આસપાસ અનેક લોકોએ ગેરકાયદે દબાણો કર્યા અને આ સિવાય મંદિરના પ્રવેશ દ્વારની બિલકુલ પાસે જ જાહેર શૌચાલયના પરીણામે મંદિરમાં દર્શનાર્થે આવતા મહિલા શ્રદ્ધાળુઓની સુરૂચિનો ભંગ થતો હોવાની ફરીયાદ ઉઠી છે. આ મામલે ખુદ મંદિરના પૂજારી છેલ્લા ૫ વર્ષથી નડિયાદ પાલિકા તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે, પરંતુ નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરતી હોવાના પગલે હવે મામલો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો હોવાની વિગતો સાંપડી છે.

શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં ગંજ બજાર તરફ જવાના ઢાળની બિલકુલ કોર્નરના ભાગમાં વર્ષો જૂનું ઐતિહાસિક અને પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા મંદિરની બિલકુલ બાજુમાં પ્રવેશદ્વારને અડીને જ એક જાહેર શૌચાલય છે. તેના કારણે મંદિરની આસ્થા અને પૂજા-અર્ચનામાં ખલેલ પડી રહી છે. તેમજ મહિલા શ્રદ્ધાળુઓની સુરૂચિનો ભંગ થઈ રહ્યો છે. વણવપરાશની બિનઉપયોગી બનેલી મુતરડી જે બંધ હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ ત્યાં ઉભા રહી અને જાહેરમાં લઘુશંકાએ જતા મહિલાઓની માન મર્યાદાનો ભંગ થાય છે. શૈચાલયની આડમાં દારૂનું સેવન કરી કોથળીઓ- બોટલો અહીં ફેંકી જતા હોવાનું પૂજારી જણાવી રહ્યા છે. આ અંગે નગરપાલિકા તંત્રને છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા અંતે પૂજારીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.ડભાણ ભાગોળ વિસ્તારમાં જ કાંસ પર જર્જરીત પોલીસ ચોકી હટાવાઈ, તે મુજબ આ કાંસ પર અન્ય જે ગેરકાયદેસર અને જર્જરીત દુકાનો તેમજ મંદિરની આસપાસ જે દબાણો દૂર કરવાની માંગણી સાથે રજૂઆત કરાઈ છે.


Google NewsGoogle News